માંગરોળ
સુરતના માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં ગેસ લીકેજ થતાં આગ લાગી

માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન રૂમમાં ગેસ લીકેજ થતાં આગ લાગતા કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ મધ્યાહન ભોજન રૂમમાં રસોઈની તૈયારી થઇ રહી હતી. તે દરમિયાન રાંધણ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં રૂમમાં આગ લાગી હતી. જેને લઇને સ્કૂલમાં નાસભાગ મચી ગઇ હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તુરંત બહાર નીકળી ગયા હતાં. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. જોકે ફાયર ટીમ આવે એટલે પહેલા સ્થાનિકોએ શાળામાં રહેલા ફાયર સાધનોથી આગ પર કાબૂ લઈ લીધો હતો. જેને લઇને સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.




