બારડોલી

બારડોલી સુગર ફેક્ટરીમાં નવા બોઈલર વિભાગમાં 25 ફૂટ નીચે પડી જવાથી વેલ્ડરનું મોત થયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર બાબેન ખાતે આવેલી બારડોલી સુગર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતો વિજયકુમાર લાલચંદ (ઉ.વ.21) બારડોલી સુગર ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. ગતરોજ સવારે 9.30 વાગ્યે તે સુગરે ફેક્ટરીના નવા બોઈલર વિભાગમાં 25 ફૂટની ઊંચાઈએ એલિવેટર પ્લેટફોર્મનું વેલ્ડિંગ કામ કરતો હતો. તે સમયે વરસાદ આવતો હોવાથી તે વરસાદથી બચવા માટે જાળી પર પગ મુકવા જતાં તેનો પગ અચાનક લપસી જતાં તે સીધો નીચે પટકયો હતો. જમીન પર પડતાં તેને મોઢામાં, દાઢીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button