તાપી

કુકરમુંડા ગોવર્ધન સુગર ફેકટરીમાં સ્ટોરેજ કરેલું લાખો કયુસેક ગંદું અને પ્રદુષિત પાણી ખેતરો તથા બોરવેલમાં જતાં ભારે નુકશાની તથા રોગચાળોનો ભય

ગોવર્ધન સુગર ફેક્ટરી વિરુદ્ધ કરેલ અરજીનો ન્યાય નહી મળે તો સોમવારે કુકરમુંડા મામલતદાર કચેરીએ ધરણાં પ્રદર્શન કરવાની ચિમકી

તાપી જિલ્લાના કુકરમુંડા ગામે સતત છેલ્લા 30 વર્ષ થી જૂના કુકરમુંડા ગામે તાપી નદી કિનારે અને ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તાર માં આવેલ ગોવર્ધર સુગર ફેકટરી આવેલ છે, જે ફેક્ટરી નું ગંદુ પ્રદૂષિત પાણી તાપી નદી માં કાયમી ધોરણે સીધે સીધું નિકાલ કરવામાં આવતું હતું.તેમજ જીપીસીબી ,NGT અને પર્યાવરણ વિભાગના કાયદા અને નીતિ નિયમો ને નેવે મૂકી ગોવર્ધન સુગર ફેકટરીના માલિકો દ્વારા ફેકટરીનું ગંદુ પાણી તાપી નદી માં સીધે સીધું ઠાલવવામાં આવતાં સ્થાનિક સામાજિક આગેવાનો અને પર્યાવરણ પ્રેમી દ્વારા તાપી અને ગુજરાત વહીવટી તંત્રમાં પણ ફરિયાદ કરવામાં આવતા ટુંક સમય માટે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા ગંદા પાણીનો નિકાલ અટકાવવામાં આવ્યો હતો. પરંતુ તારીખ 06/07/2024 ના રોજ કુકરમુંડા તાલુકામાં વરસાદ ચાલુ હોય ,ગોવર્ધન સુગર ફેકટરી દ્વારા સ્ટોર કરી રાખવામાં આવેલ લાખો કયુસેક અને લાખો લીટર ગંદુ અને પ્રદૂષિત પાણી ચાલુ વરસાદે ફૂલવાડી ગામ તરફના રોડ બાજુના ખેતરો માં છોડી દેતા ખેડૂતોના ખેતરો માં કપાસ સહિતના ઊભા પાકોમાં વહી જતાં સ્થાનિક ખેડૂતોના પાકોને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. તેમજ ખેતરોમાં ગંદુ પાણી છોડવામાં આવતા ખેડૂતોએ ખેતરોમાં કરેલાં બોરવેલ અને હેન્ડ પંપમાં પણ ગંદુ અને પ્રદુષિત પાણી ભરાઈ જતાં પાણી જન્ય રોગો ,અને મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય હોય , જેની જવાબદારી કોણ લેશે ? સ્થાનિક ખેડૂતોએ સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રને લેખિત ફરિયાદ કરી નુકશાની ભરપાઈ તેમજ ગોવર્ધન સુગર ફેક્ટરી વિરદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે .જેને અઠવાડિયું જેટલો સમય થઈ ગયો હોવા છતાં સ્થાનિક કે જિલ્લા વહીવટી તંત્ર ,આરોગ્ય વિભાગ,આજ દિન સુધી સ્થળ ઉપરના પોહચતાં ખેડૂતો રોસે ભરાતા સ્થાનિક તંત્રને મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે. કે જો ટુંક સમયમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર ,આરોગ્ય વિભાગ ,સ્થળ પર આવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને ન્યાય ના મળે તો ,ખેડૂતો દ્વારા સોમવાર તારીખ 15/07/2024 ના રોજ કુકરમુંડા મામલતદાર કચેરીએ પહોંચી ધરણાં પ્રદર્શન તેમજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે ? જે દરમ્યાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર અને સરકાર ની રહેશે.તેવો સ્પષ્ટ નિર્દેશ વહીવટી તંત્રને ઉચ્ચારવામાં આવેલ છે.

Related Articles

Back to top button