ડાંગ

વઘઇમાં બની રહેલ 20.25 કરોડના ખર્ચેની શાળા-હોસ્ટેલના બાંધકામની ગુણવત્તા સામે જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવ્યા

ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગ દ્વારા વઘઇમાં રૂ. 2025 લાખનાં ખર્ચે આદર્શ નિવાસી શાળા, હોસ્ટેલની બિલ્ડીંગ તથા આચાર્યની ઓફિસ અને કંપાઊન્ડ વોલ અને ભોય તળિયા સિમેન્ટ ક્રોકીટનું પાકું બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેની કામગીરી સુરતની એજન્સીને સોંપવામાં આવી છે.

એજન્સીએ તા.19-12-2023થી કામગીરી શરૂ કરી છે જયારે કામ તા.18-06-2025 સુધીમાં પૂર્ણ કરવાનું છે. હાલમાં એજન્સી દ્વારા બે માળની બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે, અહીં સેંકડો વિદ્યાર્થીઓ નવનિર્માણ થયેલ હોસ્ટેલમાં રહી નિવાસી શાળામાં અભ્યાસ કરશે, જેથી નિવાસી શાળાની બિલ્ડીંગ તથા હોસ્ટેલનું બાંધકામ યોગ્ય કરવામાં આવે તે વિદ્યાર્થીઓનાં હિતમાં છે.

વઘઇના નાયબ ઈજનેર પાસે જિલ્લાના કાર્યપાલક ઈજનેરનો ચાર્જ છે. તેઓ મિટીંગો અન્ય ઓફિસનાં કામમાં વ્યસ્ત છે. સાઈટ ઈજનેર તેમની ઓફિસથી 500 મીટર પણ દુર નથી. નિવાસી શાળાની બિલ્ડીંગનું પાયાથી બાંધકામ થયું છે હવે બીજા માળ સુધી બાંધકામ થઈ ગયું છે જે ગાળામાં ચારથી પાંચ સ્થળની મુલાકાત લીધી છે. જેમાં સ્થળ પર સાઈટ ઈજનેર કે સુપરવાઈઝરની હાજરી દેખાઈ નથી. નિવાસી શાળા તથા હોસ્ટેલનાં બે માળનાં બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે અને બીજા માળ સુધી ઈમારત બની ગઈ છે છતાં આ એજન્સીનાં કોન્ટ્રાકટરે મજુરોનાં સુરક્ષા અને સલામતીનાં નિતી-નિયમોનું પાલન થયું છે કે નહીં તે પણ એક સવાલ છે. મજુરોને હાથ કે પગમાં મોજા કે બુટ પણ નથી, માથે હેલ્મેટ પણ નથી. ઉપરાંત બિલ્ડીંગનાં ફરતે નેટ કે જાળી પણ લગાડી નથી. જેને પગલે અહીં મજૂરોનાં જીવ સામે જોખમ છે જે બાબતે ડાંગ જિલ્લા કલેકટર યોગ્ય તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

Related Articles

Back to top button