માંડવીના પાતલ ગામના સ્ટેશન નજીકના ગરનાળા ભારે વરસાદના કારણે અવર ફ્લો થતાં રોડ પરનું મટીરીયલ ખોદાયું
કે.બી ડેકલીયા એજન્સીની રોડ બનાવવાની પદ્ધતિનો વરસાદે પરીક્ષા લીધી, અને તેમાં ભ્રષ્ટાચારની ક્ષતિ દેખાય

માંડવી તાલુકાના પાતલ થી ખોડંબા જતો રસ્તો એકાદ મહિના પહેલા જી.બનાસકાંઠાની કે.બી ડેકલીયા એજન્સી દ્વારા રસ્તો બનાવ્યો હતો. ત્યારે તે રસ્તા પર થોડા થોડા અંતરે ખાડાઓ પડી જવા પામ્યા છે. તેમજ એસ્ટીમેન્ટ મુજબ સાઈડ સોલ્ડર ના કામમાં (જી.એસ.બી 1) વાપરવામાં આવ્યું નથી. જે રોડની સાઈડમાં હાર્ડ મોરમ મટીરીયલ વાપરવામાં આવેલ છે. આમ મટેરિયલ માં પણ ગેરરીતે આચરવામાં આવી છે. હલકી ગુણવત્તા વાળા માલ મટેરિયલના કારણે ખાડાઓ પડી જવા પામ્યા છે. તેવું લોકોના મુખે પણ ચર્ચા રહ્યું છે. તેમ જ હાલ વરસેલા ભારે વરસાદે તાબાહી મચાવી દીધી હોય. ત્યારે વધુ વરસાદ પડવાના કારણે પાતલ સ્ટેશન નજીક ગરનાળાઓ અવર ફ્લો થતા ઉપરથી પાણી જતા ગરનાળાઓની જગ્યાએ ડામર મટીરીયલ ઉખેડી જવા પામેલ છે. આમ રસ્તાની હાલત ગંભીર બનતા લોકોને વાહન લઇ અવર જવર કરવા મુશ્કેલી સહન કરવી પડે છે. તેમજ ત્યાં નજીકમાં પ્રાથમિક શાળા આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદી આવેલી હોય ત્યારે તે પરિસ્થિતિને જોતા માર્ગ મકાન વિભાગ તરફથી તાકીદે આ રસ્તા ને મરામત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.




