માંગરોળ

માંગરોળના નાંદોલા નજીક રસ્તામાં અકસ્માત સર્જાય તેવા ખાડાઓ કેમેરામાં કેદ થયા

માર્ગ મકાન પેટા વિભાગ માંડવીના દેખરેખ હેઠળ આ રસ્તાઓ બન્યા છે

વાંકલથી ઈસનપુર ઉભારીયા રોડ પર નાંદોલા ગામે ભાથીજી મહારાજ મંદિરની નજીક આવેલી કોદરવાહયા નદી પરના પુલનું નવનિર્માણનાં કામગીરી ચાલુ કરવા બાબતે માંડવી માગૅ અને મકાન (પેટા સ્ટેટવિભાગ)નાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી દ્ગારા મંજૂરી આપવામાં આવી હતી. જે બાબતે ઈજારદાર કોન્ટ્રાક્ટર દ્ગારા ચોમાસા પહેલા સર્વિસરોડ બનાવી મુખ્ય રસ્તા પર ખોદકામ કરી ગરનાળા નાખવા માં આવેલ. જ્યા અગાઉના દિવસોમાં ગંભીર આકસ્મિક ઘટનાઓ બનવા પામેલ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નાયાબ કાયૅપાલક ઈજનેર કે એમના (એસ.ઓ.) એજન્સી નાં કામગીરી નાં સ્થળ પર હાજર ના રહેતાં હોય, અને એજન્સી નાં ભરોસે સઘળી કામગીરી મુકી હોય, તંત્ર ની લાપરવાહી બેદરકારી થી વરસાદ ના કારણે એજન્સી દ્વારા મુખ્ય માગૅ પર નાખવા માં આવેલ ગરનાળાનું વરસાદ નાં પાણી નાં કારણે ધોવાણ થઇ જવા પામેલ છે. ત્યાંથી થોડા આગળ જતાં લોકોનો મુખ્ય બજાર ગણાતાં વાંકલ ગામ સાથે નો વાહન વ્યવહાર બંધ થવા પામ્યો છે. આજુબાજુના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્ર ની ભ્રષ્ટ નિતી ને કારણે આકસ્મિક ધટના બનવા ની સંભાવના રહેલી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. લોકોના જણાવ્યા મુજબ તંત્રની નિસ કાળજી ના કારણે વરસાદથી ધોવાણ થયાનું જાણવા અને જોવા મળેલ છે. ત્યારે અધિક કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ (ગુજરાત સરકાર) સુરત તેમજ વિજિલન્સ ટીમ, માર્ગ મકાન ગાંધીનગર. જેઓ માંગરોળ તાલુકામાં બનેલ આ રસ્તા તથા બીજા અન્ય રસ્તાઓ બાબતે જો જીણવટ ભરી તપાસ કરે કરાવે તો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. તેમજ વાંકલ થી ઇસનપુર ઉભરીયા રોડ પર નાંદોલા ગામે ભાથીજી મહારાજના મંદિર નજીક આવેલી કોદરવાહિયા નદી પાસે જેમાં કોઈક અકસ્માત ન સર્જાય તે પહેલા મરામત કરે કરાવે એવી લોક માંગ ઉઠી છે.

Related Articles

Back to top button