વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટમાં વિધાર્થીનીનું આરોગ્ય કરતાં ફીનું મહત્વ વધારે, ફી પહેલાં ચૂકવો પછી દવાખાને લઈ જજોનો રાવ કરતાં આચાર્ય મિનાક્ષી પરમાર
વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટમાં વિધાર્થીઓની દેખરેખ બાબતે અસંતોષ જણાતાં મજબુરીથી એલસી લેતાં વાલીઓ

- વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટમાં વાર્ષિક ૩૨૦૦૦ રૂપિયા ચુકવવા છતાં દેખરેખના નામે મિંઠુ , વિધાર્થીઓના ભવિષ્ય કરતાં ફીને મહતવ આપતાં સ્કુલ સંચાલકો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામે વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ઘણાં વર્ષોથી કાર્યરત છે.અહી સ્કુલમાં ૨૨ વિધાર્થીની અને બાકીના વિધાર્થીઓ ભણે છે.પરંતુ આદીવાસી વિસ્તારોમાં આવી સેલ્ફ ફાયનાન્સ સ્કુલો શિક્ષણના નામે ધંધો કરવા ઉભી કરવામાં આવી હશે.એવુ તર્ક સ્કુલના ટ્રસ્ટ પ્રમુખ અને આચાર્યની વાંગણુક પરથી માલુમ પડી રહ્યું છે.
તે પૈકી ગત રવિવારે સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામના સુધીર કોઠારીની પુત્રી કેજી થી ભણી હાલ ધોરણ-૩ માં ભણે છે.તે સ્કુલના નિયમ પ્રમાણે ગત રવિવાર તા.૨૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ વિધાર્થીઓને મુલાકાત કરવાનો રવિવાર હોઈ સુધીર કોઠારી અને તેની પત્નિ પોતાની પુત્રીની મુલાકાતે આવતાં તેમની પુત્રી ગંધ મારતી હતી.તે કારણે સુધીર કોઠારીની પત્નિએ પુત્રીનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં તેમની પુત્રીના બંન્ને કાન પાકી જઈ ઠસોઠસ પરૂથી ઉભરાતાં હતાં.તે કારણે સુધીર કોઠારીએ સ્કુલના આચાર્ય મિનાક્ષબેન પરમારને સેલંબા સારવાર અર્થે પુત્રી ને લઈ જવા વિનંતિ કરતાં આચાર્ય મિનાક્ષી પરમારે પહેલાં ફી ભરી દો.પછી દવાખાને લઈ જજો નો સુર ચઢીયાતો ભાષા પ્રયોગ કરીને જણાવતાં સુધીર કોઠારી ખિન્ન થઈ જતાં મામલો બિચકાયો હતો. એ બધું જાણતાં હોવા છતાં સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ બળવંત પરમારે કોઈ રીસપોન્સ આપ્યો નહોતો.અને સુધીર કોઠારીના જણાવ્યાં મુજબ તા.૨૧/૭/૨૦૨૪ ના રોજ જેન્ટ્સ વોર્ડને પાકેલાં કાન પણ થપ્પડ મારેલી તેવુ તેમની પુત્રીના કહેવા પ્રમાણે જણાવ્યું હતું. હકીકતમાં સુધીર કોઠારી સ્કુલની ફી લઈને જ આવ્યાં હતાં.પરંતુ પોતાની પુત્રીની હાલાત જોઈ દવાખાનેથી પરત આવી ફી ભરવાના જ હતાં. જેથી પોતાની પુત્રીની વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટ માં કોઈ દેખરેખ કે કાળજી ન દેખાતાં પોતાની પુત્રીને સ્કુલમાંથી ડ્રોપ કરવા મજબુરીથી નિર્ણય કરવો પડયો હતો.અને આખરે ૩૪ દીવસની ફી ભરી આપી સુધીર કોઠારીએ પોતાની પુત્રીની એલસી લઈ લેવા મજબુર બન્યાં હતાં.અને ગત ત્રણ વર્ષની સુધીર કોઠારીએ દર વર્ષે વાર્ષિક રૂપિયા ૩૨૦૦૦ ભરેલી જ છે.
પ્રાપ્ત માહિતીનુસાર વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટ આદીવાસી ક્ષેત્રમાં શિક્ષણ સારુ મળે જ છે. સ્કુલ ચલાવવા પરિણામ સારુ લાવવુ જ પડે એ સ્વાભાવિક છે.પરંતુ કેન્દ્રબિદુમાં વિધાર્થીઓની ભવિષ્ય કરતાં ફી નું મહત્વ જરુર જોઈ શકાય છે.અને સ્કુલના પ્રમુખ બળવંત પરમાર અને આચાર્ય મિનાક્ષીબેન પરમારનો આટલું થવા છતાં ઉચા અવાજે દાદાગીરી પુર્વક બોલવું એ એમના આદીવાસી વિધાર્થી સાથે કેટલો લગાવ હશે,તેનો અંદાજ નો આસો ખ્યાલ આવી જાય છે. એટલે આવી સેલ્ફ ફાયનાન્સ સ્કુલો શિક્ષણના નામે ધંધોઓ ખોલવામાં આવી રહ્યાં છે. ઉપરાંત વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટનેના પ્રમુખ બળવંત પરમારને પત્રકારે પુછ્યું કે શિક્ષણ ફીને અંગ્રેજીમાં શુ કહેવાય તો તેના પ્રમુખે જવાબમાં જણાવ્યું કે શિક્ષણ ફી ને અંગ્રેજીમાં અમે tution fee કહીએ છીએ.અને ટયુશન ફી અને શિક્ષણ ફી બંન્ને એક જ છે.તેવુ જણાવતાં ઈંગ્લીશ મિડીય સ્કુલની પોલ ખુલી જાય છે.જેથી વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં ભુતકાળમાં પણ કેટલાંક વિધાર્થીની સાથે અન્યાય થયા બાબતની લોકચર્ચાઓ થઈ હતી .જેથી લાગતા વળગતા ખાચાઓએ આવી બાબતની તપાસ કરવી જોઈએ.તેવી લોકમાંગ ઉઠી છે.




