નર્મદા

સાગબારા જૂની RTO ઓફીસ નજીક બાઈક સ્લીપ થતાં એકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર પુણે (મહારાષ્ટ્ર) પ્રમોદ યુવરાજ વાનખેડે (પાટીલ)એ આપેલી ફરિયાદ મુજબ બાઈકચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે મરનાર યુવરાજ આત્મારામ પાટીલ સાથે તેમની મોટરસાઈકલ ઉપર બેસીને અંકલેશ્વર ખાતેથી તેમના વતન જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા. તે વખતે સાગબારા ગામ નજીક જૂની આર.ટી.ઓ. ઓફીસ નજીક તેમની મોટર સાઈકલ પુરઝડપે હંકારી લઈ જઈ તેમની મોટર સાઈકલ રોડ ઉપર આવેલ ખાડામાં સ્લીપ ખાઈ જમીન ઉપર નીચે પડી જતાં લક્ષ્મણ જગન્નાથ ઠાકરે એપોતાને ડાબા હાથના ખભા પાસે ફેક્ચરની ઈજા પહોંચી હતી. તથા મોટર સાઈકલ પાછળ બેઠેલ મરનાર યુવરાજ આત્મારામ પાટીલ નાઓને માથામાં પાછળના ભાગે લોહી નીકળતા તેમને પ્રથમ સારવાર સાગબારા સરકારી દવાખાનામાં કરાવી હતી. વધુ સારવાર માટે સિવિલ હૉસ્પિટલ રાજપીપલા ખાતે લઈ જતા હતા. તે વખતે ખામર ગામ નજીક સારવાર દરમ્યાન મોત નીપજતાં સાગબારા પોલીસે બાઈક ચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Back to top button