ભરૂચ

ભરૂચમાં સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં આજ રોજ વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ હતી. શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી હતી.

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા

આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેર- જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિનું પૂજન-અર્ચન કરીને પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી ઉઠ્યા હતા. આ રેલી ઈદગાહ મેદાનથી નીકળી મહોમદપુરા, પાંચબત્તી થઈને સ્ટેશન સર્કલ પર પહોંચી હતી. જ્યાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યાં હતા.

Related Articles

Back to top button