મોરીઠાથી સાલૈયા ભાથી ફળિયા તરફ જતી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા.
વહીવટી વિભાગના બેદરકારીને કારણે ગાબડા પડ્યા.

માંડવી તાલુકાના મોરીઠા થી સાલૈયા ભાઠીફળિયા તરફ જતી સિંચાઈ વિભાગની કેનાલમાં સાલૈયા ભાથી ફળિયાથી મોરીઠા તરફ જતા છેજ આગળના ભાગે સિંચાઇ વિભાગની કેનાલમાં ગાબડા પડ્યા છે.
ગત વર્ષે જ્યારે કેનાલ વિભાગનું બાંધકામ ચાલુ હતું ત્યારે બાંધકામ કરનાર એજન્સી મારફતે, બાંધકામના મટેરિયલમાં કાળી રેતી, સફેદ રેતી, કપચી ,ગીરીટ તથા પથ્થરના ડસ્ટ (ભુકલી) નો ઉપયોગ કરી માલ મટેરિયલ તૈયાર કરી કેનાલનું બાંધકામ કરવામાં આવતું હતું. ત્યારે પથ્થરનો ડસ્ટ વાપરવાને લઇ ના.કા.ઈ. સિંચાઈ વેર વિભાગના પ્રશાંત ભારતી સાહેબને વધુમાં જે પથ્થરના ડસ્ટરને લઈ પૂછપરછ કરતા સરકાર શ્રીના વિભાગ દ્વારા આપેલા એસ્ટીમેન્ટમાં પથ્થરનો ડસ્ટ વાપરની જોગવાઈ કરવામાં આવી છે તેવું પણ જણાવતા હતા. ત્યારે પથ્થરના ડસ્ટ વાપરવાને લઈ માલ મટેરિયલ ની ગુણવત્તામાં તેની મજબૂતાઈમાં નબળાઈ રહી જવા પામે છે.
જે કેનાલના બાંધકામમાં સિંચાઈ વિભાગના બાંધકામ કરનારી એજન્સી મારફતે રેતી કપચી સિમેન્ટ ના મટેરિયલમાં પથ્થરનો ડસ્ટ વાપરવાને લઇ બાંધકામમાં નબળાઈ જણાઈ આવી છે. સાલૈયા ભાથી ફળિયા થી મોરીઠા તરફ કેનાલ ના રોડ ની સાઈડમાં સેજ આગળ જતા કેનાલમાં બાકોરું પડી જવા પામ્યો છે. જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે બધુ પાણી કેનાલની સાઈડમાં વહી જવા પામે તેવી શક્યતા છે. તેમજ ત્યાંથી સેજ થોડે આગળ જતા કેનાલનું બાંધકામ તૂટી જવા પામ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કે જવાબદાર વહીવટી તંત્રના બેદરકારીના કારણે આ કેનાલ માં ગાબડા પડવાની શક્યતાઓ ઊભી થઈ છે. તેમજ જવાબદાર વિભાગના (એસ.ઓ. એ) બાંધકામ દરમિયાન ચાંપતી નજર રાખવાની હોય છે. જે બાંધકામ દરમિયાન બરાબર ધ્યાન દોરવાયુ ન હોવાને લઈ જે કેનાલના બાંધકામને હજુ તો એક વર્ષ થવાનું ત્યાં તો કેનાલમાં ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે આવી નબળી કામગીરીને લઈ પ્રજા સમક્ષ સવાલ ઉઠ્યો છે. કે, ગુજરાત સરકાર સિંચાઈ વેર વિભાગ તરફથી બાંધકામ કરના જવાબદાર એજન્સી પાસે યોગ્ય દુરસ્તી કામગીરી સત્વરે કરાવે અને જે જવાબદાર બાંધકામ કરનાર એજન્સીની ડિપોઝિટ જમા લેવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.




