ડાંગ

ડાંગ જિલ્લા પચાયતનાં બાંધકામ વિભાગ હસ્તક આવતાં પાંડવાથી પ્રવાસન સ્થળ પાંડવ ગુફાને જોડતો રસ્તો દોવાયો

આ રસ્તો પાંડવ ગુફાથી ગારમાળ, જવતાળા, કોસબીયા,અંજનકુંડથી લીંગા સહિતનાં ગામો માટે શોર્ટકોટ છે

ડાંગ જિલ્લા પચાયતનાં બાંધકામ વિભાગ હસ્તક આવતાં પાંડવાથી પ્રવાસન સ્થળ પાંડવ ગુફાને જોડતો રસ્તો ચોમાસા પહેલાં જ બન્યો છે. પણ તે હાલ તૂટેલો જણાઇ છે.

ડાંગ જિલ્લાનાં નાંમાકિત પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા પાંડવગુફા પાંડવા ગામે આવેલ છે. આહવા-ચીંચલી રસ્તા પરથી પાંડવા ગામ જવા માટેનો આંતરિક છે. પાંડવાથી પાંડવગુફા જવા માટે અંદાજીત 5 કિ.મી.નો રસ્તો કાપી જવું પડે છે. વર્ષોથી પાંડવા ગામથી પાંડવ ગુફાનો રસ્તામાં મોટા ખાડાઓ તથા જર્જરિત રસ્તો હતો. ગામલોકો તથા જાગૃત નાગરીકોએ વારંવાર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તથા ચુંટણીનાં પ્રસાર-પ્રચાર માટે આવેલાં મોટા ગજાનાં નેતાઓને રજુઆત કરી હતી. લોકોની રજુઆતનાં પગલે ચાલું ચોમાસા માસ પહેલાં જ રસ્તાનાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાંડવા ગામથી પાંડવ ગુફા સુધી હાલ ડામર રસ્તો પણ ચાલું થયેલ છે. આ રસ્તાની કામગીરી યોગ્ય નહીં થયાનું પ્રથમ નજરે જણાઇ છે. ચોમાસા પહેલાં રસ્તાની આજુબાજુ પાણીનાં નિકાલ માટે ગટર પણ ન બનાવી રસ્તાનાં આજુબાજુ પેચવર્કની કામગીરી ન કરવામાં આવતાં રસ્તાને મોટા ખાડાઓ પડી ગયાં છે. જેનાં કારણે આવતાં પ્રવાસીઓ તથા વાહનચાલકો માટે જીવનું જોખમ તોળાઈ રહયું છે. આ રસ્તો પાંડવ ગુફાથી ગારમાળ, જવતાળા, કોસબીયા,અંજનકુંડથી લીંગા સહિતનાં અતિ શોર્ટકોટ રસ્તો અંદાજીત કરોડો રૂપિયાનાં ખર્ચે રસ્તાનું કામ થયેલ છે. આ કામગીરીની તપાસ થાય તેવી માંગ છે.

Related Articles

Back to top button