નર્મદા

સાગબારાના કોલવણ ગ્રામ પંચાયતમાં લોક સહયોગથી સફળ થયું, “હર ઘર તિરંગા અભિયાન”

ગ્રામ પંચાયત, લોકો અને તાલુકા પંચાયતનો અથાક પ્રયાસથી અભિયાનને સહળતા મળી- તલાટી ક્રમ મંત્રી

  • માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના બાળકો આ અભિયાનમાં આંનદ ઉત્સાહથી જોડાઇ દેશ ભક્તિ ગીતો તથા આઝાદીના લાડવૈયાઓના નામના સૂત્રોચ્ચાર કર્યા.

નર્મદાના સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ ગણાતાં કોલવાણ ગામે ગ્રામ પંચાયતના તથા તલાટી કમ મંત્રી કાજી જૈનુલાઆબેદીનના અને લોકોના અથાક પ્રયાસથી ૭૮માં સ્વતંત્રતદીન પર્વની પુર્વે અગોતરા તૈયારીરૂપે કેન્દ્ર સરકારના  હર ઘર ત્રિરંગા અભિયાનમાં દેશભક્તિ ગીતો તેમજ સ્વતંત્રતાને લગતાં સૂત્રોચ્ચાર કરી હર ઘર ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી.

બોર્ડર વિલેજ કોલવાણ ગામે કાર્યક્રમની શરૂઆત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર હાઈસ્કૂલથી શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના પધાધિકારીઓ, પંચાયતના સ્ટાફ, આંગણવાડી બહેનો ગામના આગેવાનો, વડીલો અને આંગણવાડીથી લઈને હાઈસ્કૂલ‌ સુધીના વિધાર્થીઓએ દરેકે હાથમાં ત્રિરંગા લઈ દેશભક્તિના ગીતો તેમજ આઝાદીને લગતાં સૂત્રોચ્ચાર કરીને જન જાગરણ રેલી પગપાળા નિકળી પ્રાથમિક શાળા કોલવાણ સુધી હર ઘર ત્રિરંગા રેલી પહોંચી હતી. ત્યારબાદ બિરસામુડાં ચોકમાં સ્વાતંત્ર્યદીન ઉજવવા સહભાગી થવાના વક્તવ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ખીમાભાઇએ આપ્યું હતું. સાથે વ્યસન મુક્તિ પર પણ ભાર મુકાયો હતો. કાર્યક્રમને આગળ ધપાવતાં કોલવાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કાજી જૈનુલઆબેદીન અને સાગબારા તાલુકા વિકાસ અધિકારી તરફથી ગામના વડીલોને છત્રીઓનું વિતરણ કરી અભુતપૂર્વ કામગીરી બજાવી હતી. તેમજ આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ હાઈસકુલના વિધાર્થીઓને બિસ્કીટ તેમજ ચોકલેટ વહેચી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ હીનાબેન, તલાટી કમ મંત્રી જૈનુલઆબેદીન, તાલુકા પંચાયત સભ્ય અનિલાબેન, નર્મદા જિ.પં. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વિનેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવા, વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવા, હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક‌ ગણ, પ્રાથમિક શાળાના આચાર્ય ખીમાભાઇ તેમજ શિક્ષકો આંગણવાડીથી લઈને ઉચ્ચત્તર હાઈસ્કૂલ સુધીના વિધાર્થીઓ તથા પૃથ્વીરાજ વલવી, સુરેશભાઈ વસાવા, ગામના યુવાનો, વડીલો તથા ભાઈ-બહેનોએ વિશાળ સંખ્યામાં કેન્દ્ર સરકારના હર ઘર ત્રિરંગા અભિયાનમાં સહભાગી થયા હતાં.

Related Articles

Back to top button