કુકરમુંડા ગોવર્ધન સુગર ફેકટરીના દુષિત પાણી મામલે જુલાઈમાં હોબાળો થયો, સર્વે થયું.પરિણામ તો ઠીક ફરી દુષિત પાણી છોડાયું
કુકરમુંડાના મામલતદાર અને ગોવર્ધન સુગર ફેકટરી પાસે ખેડુતો અને સામાજિક આગેવાનોની આક્રોશ સાથે રસ્તા રોકો આંદોલનની ચીમકી

- કુકરમુંડાની ગોવર્ધન સુગર ફેકટરીના પ્રદુષિત પાણી મામલે પરિણામ ન આવતાં અધિકારીઓને પૈસાથી ખરીદી લીધાનો આગેવાનોનો આરોપ
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા પાસે તાપી નદીના કિનારે આવેલ ગોવર્ધન સુગર ફેકટરીમાં સ્ટોરેજ કરેલ હજારો ક્યુસેક દુર્ગંધ મારતું, પ્રદુષિત અને કેમિકલ્સયુક્ત દુષિત પાણી ગત જુલાઈ મહીને દીનદહાડે છોડી દેતાં ખેડુતોનો ઉભો પાક ખરાબ થઈ જતાં સ્થાનિક અસરગ્રસ્ત ખેડુતો દ્વારા સ્થાનિક વહીવટીતંત્રથી લઈને જિલ્લા અને ગાંધીનગર સુધી તેમજ ગુજરાત પોલ્યુશન સેન્ટ્રલ બોર્ડ વિભાગમાં ફરિયાદ કરાતાં સર્વે પણ થયું હતું.પરંતુ આજદીન સુધી વહીવટીતંત્ર તરફથી એક્શન લેવાની તો ઠીક નોટીસ સુધ્ધાં ફટકારવામાં આવેલ નથી કે કોઈ ખેડુતને વળતર ચુકવવામાં આવેલ નથી. તેથી ફેકટરીના માલિકે અધિકારીઓને ખરીદી લીધાં હશે નો આરોપ અસરગ્રસ્ત ખેડૂતો લગાવી રહ્યાં છે. તેની શાહી હજુ સુકાઇ નથી તેવાં સંજોગોમાં આજ રોજ ફરી દુર્ગંધ મારતું ગંદુ પાણી અને કેમિકલ યુક્ત પાણી છોડી દેતાં ખેડુતોમાં આક્રોશ પૈદા થતાં દીન -૨ માં નિરાકરણ ન આવે તો તા.૨૬/૨૭ મી ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ મામલતદાર ઓફિસ કુકરમુંડા તથા ગોવર્ધન સુગર ફેક્ટરી પાસે રસ્તા રોકો આંદોલન કરવાની તંત્રને ખુલ્લી ધમકી આપેલ છે.




