ડાંગ

ઉત્તર ડાંગ વન વિભાગમાં લાકડાં ચોરી જનાર ઈસમો ઝડપાયો

ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ, શિંગાણા રેંજના ફોરેસ્ટ કર્મીઓએ વન વિભાગમાંથી લાકડાં ચોરી જનાર ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ શિંગાણા રેંજ ફોરેસ્ટ વિભાગના કર્મીઓને મળેલી બાતમી અનુસાર, સુબીર તાલુકાના કડમાળ ગામ પાસે રવિન્દ્રભાઇ જયરામભાઇ ગાવિત, અજિતભાઇ મગનભાઇ કાગડે, શાંતારામભાઇ કાકડ્યાભાઈ પવાર, ફુલ્સિંગભાઇ ગોંદિયાભાઇ પવારને તેઓની ટવેરા ગાડી નંબર GJ-05-CM-8014માં, 27 નંગ ખેરના લાકડાં (કિંમત 16થી 20 હજાર) સાથે ઝડપી લીધા હતા.

લાકડાં ચોરી કરનાર આરોપીઓએ ગુનાની કબૂલાત કરતાં તેઓની સામે ગુનાની ડિપોઝિટ સ્વરૂપે 60 હજાર રૂપિયાની વસુલાત કરી જામીન શરતે મુક્ત કરવામાં આવ્યાં હતા. લાકડાં ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા વન વિભાગ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં આંતર રાજ્ય બોર્ડર પર વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર લાકડાં વાહતુક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button