સાગબારમાં વરસાદની મોઝ એટલી તો વધી કે, રાણીપુર ગ્રામપંચાયતની હદમાં આવેલ સંરક્ષણ દીવાલ ઘસઢી લઇ ગયું
'ટુંક સમયમાં કરેલ કામો કોન્ટ્રાકટરના ખર્ચે તાત્કાલિક બનાવી આપવાની જોગવાઈ હોવી જોઈએ' લોકચર્ચાએ જોર પકડ્યું

- સંરક્ષણ દીવાલ બનીને, એક વર્ષમાં ધરાશાયી, ફકત નદીના પથ્થરો દ્વારા બની હોવાનો લોકોની રાવ…
- નદીના કિનારે ભાઠ્ઠામાં બે ફૂટ જેટલું ખોદાણ કરી બાંધકામ કરતા સંરક્ષણ દીવાલ જડમૂળથી ઉખેડાય ગઈ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે ગ્રામ પંચાયતની હદમાં આવેલ નદીના કાંઠાનું ધોવાણ અટકાવવા રૂપિયા પાંચ લાખથી ઉપરના ખર્ચે એક વર્ષ અગાઉ સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી હતી. જે હાલના સમયમાં તૂટીને લોથપોથ થઈને નદીના પાણીમાં ઉભી થવા કોઈનો સહારો માંગતી હોય એમ પડી છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિકોના કહ્યા મુજબ, દીવાલના કામકાજમાં બે ફુટ જેટલો જ પાયો ખોદી, કોઈ લોખંડના સળીયા વાપર્યા વગર પ્લેટો ઠોકી સીધા નદીમાંથી મફતના પથ્થરો ભરી દેવામાં આવ્યા હતા. એક ફૂટ પથ્થરો ભર્યા પછી કપચીવાળો સિમેન્ટનું મટેરિયલ વાપરી નાખી દઈ ઢોંગ વગરની કામગીરી યોજનાના નામે કરી ગજવા ભરવાનું કામ કર્યું છે. જયારે સંરક્ષણ દીવાલ બનાવતી વખતે સ્થાનિક લોકોમાં હલકી ગુણવત્તા વગરનું કામ બાબતે કચવાટ જરુર હતો, પણ કોઈ દીવસ લોકોનું અધિકારીઓ સાંભળતા જ નથી અને કોઈ નિરાકરણ ન લાવવાને કારણે ફરીયાદ થતી નથી. જે તે કામ નદીમાં પુર આવવાથી બે ફુટ જેટલી ભાટાની જમીન ખોદાઈ જતાં આખી દીવાલ તુટી પડેલ છે. સમયે બધી જ દીવાલ પડવાની પણ સંભાવના રહેલી છે. આ કામ સત્તા પક્ષના નેતાઓના સગા વાહલાઓએ કર્યું હોવાનું મનાઈ છે. અને લોકો દ્વારા એવી ચર્ચાઓ જોર પકડ્યું છે, કે જે પણ કામ ટુંક સમયમાં ખલાશ થઈ જતું હોય તો તે કામ તાત્કાલિક ફરીથી કોન્ટ્રાકટર ના ખર્ચે બનાવી આપવું એ સરકારની જવાબદારી છે.
સાગબારા તાલુકા સને ૨૦૧૪ પછી જે પણ બાંધકામના પાકા કામો થયેલા છે તેની ગુણવત્તા કેવી છે? ટકાવપણું કેટલું છે? તે જે તે એજન્સી પાસેથી એસેટ હેન્ડ ઓવર સમયે લેવું અનિવાર્ય રહ્યું છે. આ તમામ કાર્યોમાં સત્તાધીશોની ચૂંટાયેલા અને બિન ચૂંટાયેલા તમામની વગ રહે છે. સત્તા પક્ષો સત્તાના નશામાં લોક હિત કર્યો સરકારના આશીર્વાદથી કોઈનું સાંભળ્યાં વિના વિટો પાવર વાપરીને કરવામાં આવી રહ્યા છે. આ તમામ કામો બાબતે લોકોમાં અસંતોષ જરુર છે. પણ વહીવટીતંત્ર પણ સાંભળતું જ ન હોવાને કારણે યોજનાના નામે ચાલતી લુંટફાટ સહન કરી રહ્યાં છે. હવે જોવું એ રહ્યું કે, આ દરેક યોજનાઓમાં જથ્થો અને ગુણવત્તા માટે અધિકારીઓ અને પદાધિકારીઓ કેટલું ધ્યાન આપે છે!




