માંડવી
કોંગ્રેસી નેતા આનંદભાઈ ચૌધરીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિમાં સેક્રેટરી તરીકે નિમણુંક થતા સન્માન કાર્યક્રમનું આયોજન માંડવી ખાતે કરવામાં આવ્યું

માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની હાલમાં થયેલી વિવિધ નિમણૂકો સંદર્ભે જિલ્લાની બેઠક માંડવી રાખી સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની કાર્ય કુશળતા તથા પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી પડે નિમણૂક કરવામાં આવી હતી.
આ ઉપરાંત મધ્યપ્રદેશના પ્રભારી તરીકે પણ એમને નિયુક્ત કરવામાં આવતા આજરોજ માંડવી વન વિભાગના વિશ્રામ ગૃહ ખાતે સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડો.તુષારભાઈ ચૌધરી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ ચૌધરી ઉપરાંત માંડવી કોંગ્રેસ આગેવાન શંકરભાઈ ચૌધરી, ભીમસંગભાઈ ચૌધરી તથા દરેક તાલુકાના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




