વ્યારા દૂધ મંડળીમાં ભષ્ટ્રાચાર મુદ્દે પશુપાલકોએ કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી

વ્યારા દૂધ મંડળીના પશુપાલકો દ્વારા સોમવારે કલેકટર તાપીને ઉદ્દેશીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે દૂધ મંડળીમાં પશુપાલકો પાછલા ઘણા વર્ષોથી ઇલાઇટ દાણ, ફેટ ચોરી, દૂધ ચોરી, મંડળી ઉપરના ચેકિંગ દરમિયાન કર્મચારીઓ સાથે ગાળા ગાળી તેમજ દૂધ ચેક નહીં કરવા દેવું, દૂધ સેમ્પલ લઈ જતા મંત્રી ઉપર હુમલો જેવા અનેક પ્રશ્નોની ફરિયાદ સુમુલ તથા જિલ્લા રજીસ્ટર તાપીની કચેરીમાં નક્કર પુરાવા સાથે આપવા છતાં સભાસદોને સાંભળ્યા વગર ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે.
જે જવાબ સભાસદોને માન્ય નથી, કારણ કે સભાસદોને 75% સબસીડી વાળી ઇલાઈટ દાણ મળી જ નથી 75% સબસીડીવાળી ઇલાઈટ દાણ એક કર્મચારી,એક બિન સભાસદ અને સાત કમિટી સભ્યો દ્વારા આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, કેટલી દાણ આવી છે તેની યાદી અને તેમના ખાતામાંથી વધારે દાણ લઈ ગયા તેની ખાતાવહીનો ઉતારો આપવા છતાં જિલ્લા રજીસ્ટર તાપીનાઓ દ્વારા સભાસદોને દાણ મળી ગઈ છે, એવો ખોટો જવાબ આપી દૂધ મંડળીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, એવો ઉડાઉ જવાબ આપી સભાસદોની ફરિયાદ દફતરે કરવાનું ષડયંત્ર કર્યું છે, જે જવાબ સભાસદોને મંજૂર નથી, સભાસદોના ચાર પ્રશ્નોના ખુલાસા માટે એક સમિતિ બનાવવામાં આવે જેમાં સુમુલના બે કર્મચારીઓ, જિલ્લા રજીસ્ટરના બે કર્મચારીઓ તથા બે સભાસદો અને મંત્રી એમ સાત સભ્યોની ટીમ બનાવી તપાસ કરવામાં આવે અને એમાં જે જવાબ આપે તે તમામ સભાસદોને મંજૂર રહેશે એ પ્રકારનો જવાબ આવેદનપત્રમાં જણાવ્યું છે.
વધુમાં જિલ્લા રજીસ્ટર તાપી દ્વારા સભાસદો એ અગાઉ કરેલ અરજીના અનુસંધાને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે કમિટીની નિમણૂક કરી હોય કમિટીને ફરિયાદ કરવી જોઈએ તથા લાંબો સમય વીત્યા બાદ રજૂઆત કરવામાં આવી હોવાનું તથા અરજદાર પોતે મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હોય તેમ છતાં બેદરકારી દાખવી હોવાનું જણાય છે જેથી રજૂઆતમાં કંઈ તથ્ય જણાતું નથી, તેમ જ દર વર્ષે સ્પેશિયલ ઓડિટર મીલ્ક મિલ્ક ઓડિટ ઓફિસ સુરતની કચેરીથી ઓડિટર મારફતે કરવામાં આવે છે, જે ઓડિટ થઈ ગયા હોવાનું જણાવી સહકારી મંડળી રજીસ્ટ્રારે જવાબ આપતા જો મંત્રીની જવાબદારી કે બેદરકારી હોવાનું તેમના પત્રમાં લખતા હોય ત્યારે અન્ય કમિટી મેમ્બરોની જ જવાબદારી થાય કે કેમ તે અંગે પણ સહકારી ઓડિટરે કોઈ ખુલાસો કર્યો નથી.જિલ્લા રજીસ્ટ્રાર પાસે ન્યાય મેળવવો હોય તો ગાંધીના વિચારો નહીં પણ ગાંધીછાપ નોટો લઈને જવું પડે ના બેનરો સાથે હેમંતભાઈ બાબુભાઈ પટેલ શંકરભાઈ દેવાભાઈ ડોડીયા તથા હિતેશભાઈ લલ્લુભાઈ પટેલની આગેવાનીમાં આવેદન પત્ર આપવા આવ્યા હતા.




