બોલો ભાઈ! નિઝર તા. પં. કચેરીની છત પરના પતરા તૂટેલાની છત વર્ષોથી અધિકારીઓ સામે છતાં જવાબદાર અધિકારીઓને શેડ રીપેરીંગ કરવાનો વિચારેય ન આવ્યો? શું કામનું આટલું બધું આળસપણું?

નિઝર તાલુકાના મુખ્ય મથક ખાતે નિઝર તાલુકા પંચાયત કચેરીના મકાનની છત ઉપર ઘણા વર્ષો પહેલા એક પતરાવાળું શેડ બનાવવામાં આવેલ છે. જે શેડના પતરા છેલ્લા ઘણા સમયથી તૂટી ગયા છે. સરકાર દ્વારા છેવાડાના ગામડાઓને વિકાસના પંથે લઇ જવા માટે વિવિધ યોજનાઓ હેઠળ લાખો, કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરે છે. પરંતુ નિઝર તાલુકા પંચાયત કચેરીના મકાનની છત ઉપર શેડના પતરાઓ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ હોય તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા નવા પતરા મુક્યા જ નથી. ઉલ્લેખનીય એ છે. કે, દર વર્ષે નિઝર તાલુકામાં આવેલ 20 જેટલી ગ્રામ પંચાયતોના ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડોના ખર્ચે વિકાસના કામોનું વહીવટ કરતી નિઝર તાલુકા પંચાયત કચેરી પોતાના જ મકાનની છત પર આવેલ શેડના તૂટેલા પતરાઓની જગ્યાએ નવા પતરાઓ પણ બેસાડી શકી નથી. નિઝર તાલુકા પંચાયત કચેરીના જવાબદારોની નજર સામે જ તાલુકા પંચાયત કચેરીના મકાનની છત ઉપર વગર પતરા વાળું શેડ હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.




