પલસાણા

સુરત જિલ્લાના વિવાદોના વંટોળીયામાં રહેતા જાણીતા ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી મનિષ શાહ વિરુદ્ધ વિરુદ્દ છેતરપિંડીની ફરિયાદ નોંધાય

પલસાણા તાલુકાના બગુમરા ગામે દાળ મિલ વિવાદમાં ભાજપના યુવા મોરચાના મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ હવે મિલ ઉપર કબજા બાબતે ફરિયાદી તેમજ ભાજપના યુવા મોરચાનું પરિવાર આમને સામને થઈ જતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી બંનેના પરિવારને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હોવાનું જાણવા મળેલ છે.

પલસાણા તાલુકાના બગુમરા ગામે દાળ મિલ ચલાવતાં હરિશ જમદાસા મદિયારે પલસાણા પોલીસ સ્ટેશનમાં તેમના ભાગીદાર અને સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી મનિષ શાહ વિરુદ્દ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે આ મિલ ઉપર હાલ મનિષ શાહનો કબજો હોય. જેનો કબજો લેવા માટે હરિશભાઈ તથા તેની પત્ની સિક્યુરિટીના માણસો સાથે પહોંચી ગયા હતાં. તો બીજી પક્ષે મિનિષ શાહની પત્ની અને તેનો ભાઈ દાળ મિલ ઉપર પહોંચી જતાં પલસાણા પોલીસ દોડતી થઈ છે. કહેવાય છે કે આ મિલ બાબતે બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. મનીષ શાહે પણ હરિશ મદિયારે વિરુદ્દ કડોદરા પોલીસ સ્ટે્શનમાં અગાઉ લેખિત અરજી આપી હતી. હાલમાં પણ મનિષ શાહ અને હરિશ વચ્ચે પોલીસ સ્ટેશન અને અનેક જગ્યાએ સામસામે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતી અરજી કરવામાં આવતાં અચાનક મનિષ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોધાવી દીધા બાદ બીજા દિવસે મિલ પર કબજા બાબતે બંનેના પરિવાર આમને સામને આવી ગયા છે. ત્યારે પોલીસની ભૂમિકા બાબતે પણ તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં મિલ પર કબજા બાબતે વિવાદ વધુ વકરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Related Articles

Back to top button