નર્મદા

સાગબારાના પાંચપીપરી ગામના લોકો નાળાના અભાવે ખાડીમાંથી અંતિમયાત્રા લઈને સ્મશાને જતાં લોકોના જીવ જોખમે મુકાયા

આઝાદીના અમૃતકાળમાં પણ દેડીયાપાડા-સાગબારાના અંતરિયાળ ગામોમાં આજે પણ સ્મશાને જવા કે દર્દીને દવાખાને લઇ જવા મુશ્કેલી યથાવત છે. તાજેતરમાં સાગબારાનાં પાંચપીપરી ગામના લોકો નાળાના અભાવે ખાડીમાંથી અંતિમયાત્રા લઈને સ્મશાને જીવના જોખમે ગયા આવી જ હાલત તેમની દર્દીને દવાખાને લઇ જવા પણ થાય છે ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી નાળું બનાવવાની માંગ કરે છે છતાં નાળું નથી બનતું એટલે તેઓ આવા જોખમી માર્ગે જવા મજબૂર બન્યા છે. નર્મદા જિલ્લામાં વરસાદનાં વિરામ બાદ પણ જંગલ માંથી વહેતી ખાડીઓમાં પૂરની પરિસ્થીતિ હજુ પણ જોવા મળી રહી છે.

સાગબારાના પાંચપિપરી ગામ નિશાળ તરફથી ઓરપા ફળિયા અને સ્મશાનમાં જવા માટે રસ્તા પરનું નાળુ ચાર વર્ષ તૂટી ગયું છે. છેલ્લા ચાર વર્ષથી આ નાળું રીપેર કરવા કે નવું બનાવવા લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારે રિપેરિગ કરવામાં આવ્યું નથી, ખાસ તો ચોમાસામાં કોઈ એવી દુઃખદ પરિસ્થિતિ થાય તો જીવના જોખમે દર્દીને કે મૃતદેહને ઉંચકી ને લઈ જવો પડે છે ગત દિવસોમાં પાંચપિપરી ગામમાં એક મરણ થયું હતું જેમાં તેમની અંતિમ યાત્રા ખાડીના ધસમસતા પાણીનાં પ્રવાહમાં કાઢવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા સરકાર ઉપર આક્રોશ કાઢવામાં આવી રહ્યો છે, અબે તેઓ કહી રહ્યા છે કે, ‘શું અમે આ દેશના નાગરિકો છે કે નહીં?’ 

‘ શું અમને આ દેશમાં જીવવાનો હક્ક છે કે નહીં?’ 

‘ અમને ક્યારે માળખાગત સુવિધા સરકાર આપશે?’ 

‘આ નદીમાંથી જ્યારે 15 થી 20 લોકો આવી રીતે રસ્તો પર કરતા વહેણમાં તણાય જશે ત્યારે સરકારની ઊંઘ ઉડશે?’

શું સરકાર આવી હોનારતની રાહા જોઈને બેઠી છે?’

લોકોના સવાલો અનેક છે પણ હવે જોવું એ રહ્યું કે આ બધી બાબતોમાં સરકાર શું પગલાં લઇ છે.

Related Articles

Back to top button