ડાંગ

ડાંગના સુબીરમાં આદિવાસી અધિકાર દિવસે શેરડી કાપણી કામદારોનું વિવિધ મુદ્દાઓને લઇ મામલતદારને આવેદન પાઠવ્યું

13 સપ્ટેમ્બર એ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મજૂર અધિકાર મંચ દ્વારા ડાંગ જિલ્લાનાં સુબીરમાં આદિવાસી અધિકાર સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરાઇ હતી. શેરડી કાપણી કામદારોની રિવાઇઝ કરેલ લઘુત્તમ વેતનની ચૂસ્તપણે અમલવારી તેમજ અન્ય માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ જિલ્લાનાં સુબીર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ વિસ્તાર અનુસૂચિ પાંચ હેઠળનો વિસ્તાર છે ત્યારે 13મી સપ્ટેમ્બરનાં રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે સુબીરમાં સંમેલનનું આયોજન કરાયું હતું.

શેરડી કાપણીના કામદારો પોતાના પરિવાર સાથે કામ અર્થે આવતા હોય, જેમાં બાળકો તથા સગર્ભા પણ સામેલ હોય છે ત્યારે આ તમામને આઈસીડીએસ, શિક્ષણ અને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવે, શેરડી કાપણીના કામદારો પોતાના વતનથી કાર્ય સ્થળ ઉપર આવવા જવા માટે ભાડું સુગર ફેક્ટરીઓ દ્વારા ચૂકવવામાં આવે, જંગલ જમીન ખેડનારા તમામ દાવેદારોની સ્થળ ચકાસણી કરી કાયદા અંતર્ગત અન્ય આધાર પુરાવા માન્ય રાખી માંગણી પ્રમાણે દાવાઓ મંજૂર કરવામાં આવે, પેન્ડિંગ દાવાઓને સત્વરે નિકાલ કરવામાં આવે, ડાંગ જિલ્લો અનુસૂચિ હેઠળનો છે ત્યારે પાંચમી અનુસૂચિની અસરકારક અમલવારી કરવામાં આવે, સુબીર રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવે વગેરે મુદ્દાઓ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું.

Related Articles

Back to top button