તાપી

કુકરમુંડાના ઈટવાઈમાં લાખોના ખર્ચે ઉભી કરાયેલી પાણીની સુવિધા શોભાના ગાંઠીયા સમાન

તાપીના કુકરમુંડા તાલુકામાં સમાવેશ ઈટવાઈ ગામના નિશાળ ફળિયાથી સ્મશાન તરફ જતા રસ્તાની બાજુમાં લોકોને પીવાનું પાણી, ઘર વપરાશ સહીતનું પાણી સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બોરવિથ સિન્ટેક્ષ ટાંકી, નળ કનેકશન પાઇપ લાઈન સહીત પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે . પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીની સિન્ટેક્ષ ટાંકી મુકવા માટે બનાવેલ પાકુ સ્ટેન્ડ જ તૂટી જવાથી સ્ટેન્ડ પર મુકેલ પાણીની ટાંકી નમેલી ગયેલ છે. તેમજ નળ કનેકશન અને પાઇપ લાઈન પણ તૂટેલી હાલતમાં હોવાથી પાણીની સુવિધા બંધ જોવા મળી રહી છે. ગામજનો માટે આ બંધ પડેલી પાણીની સુવિધા શોભાના ગાંઠિયા સમાન ઉભી છે.

લાખોના ખર્ચે બનાવેલ પાણીની સુવિધા છેલ્લા ઘણા સમયથી બંધ હોવા છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદારો તેમજ તાલુકા પંચાયતના જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. નિશાળ ફળિયાના લોકો સહીત સ્મશાનમાં જતા લોકોઓ માટે પાણીની સુવિધા મળી રહે તે હેતુથી અહીં પાણીની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. પરંતુ પાણીની સુવિધા જ બંધ હોવાના લીધે લોકોઓને પાણીની સુવિધાનો લાભ જ મળી રહ્યો નથી. આ ગામની પ્રાથમિક શાળાથી થોડાક જ આગળ સ્મશાન તરફ જતા રસ્તાની બાજુમાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોરવિથ સિન્ટેક્ષ ટાંકી, નળ કનેકશન, પાઇપ લાઈન સહીત પાણીની ટાંકીને મુકવા માટે પાકુ સ્ટેન્ડને ક્યા વર્ષમાં અને કઈ યોજના અંતર્ગત બનાવવા આવેલ છે.

જે અંગેની માહિતી મેળવવા માટે પત્રકારો દ્વારા કુકરમુંડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ ગત સોમવારના રોજ ઓફિસમાં રજા હોવાના લીધે કર્મચારી ચોક્કસ માહિતી આપી શક્યા નથી. જેથી ગામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું. કે, બે વર્ષ પહેલા જ આ પાણીની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. પણ છેલ્લા ઘણા સમયથી પાણીની સુવિધા જ બંધ પડી હોવા અંગે જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય એ કે, ઈટવાઈ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પાણીની સુવિધાનો લાભ લોકોઓને બે વર્ષ સુધી પણ મળ્યો નથી. અને પાણીની સુવિધા જ બંધ હાલતમાં પડી છે.

Related Articles

Back to top button