
કીમ ચારરસ્તા ખાતે ઉભેલા રાહદારીનો મોબાઈલ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઇ જવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં કીમ ચારરસ્તા ખાતે મેહુલ રમેશભાઇ ચૌહાણ ઉભા હતા. જે દરમિયાન તેઓનું ધ્યાન ચૂકવી અજાણ્યા ચોર ઇસમે નિશાન બનાવી 10 હજાર કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે ચોર ઇસમનો ભોગ બની ગયેલા મેહુલભાઇએ અંતે સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ઓરણામાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીમાં સામેલ બે ઝડપાયા
કામરેજના ઓરણા ગામની સીમમાં આવેલા ભરત ગોરધનભાઈ ભક્તના ખેતરમાંથી રૂ. 57 હજારની કિંમતના વીજ ટ્રાન્સફોર્મર ચોરી થઈ હતી. જેની તપાસ કરી રહેલી કામરેજ પોલીસ દ્વારા વીજ ટ્રાન્સફોર્મર ચોરીમાં સામેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ચોરીવાળા વીજ ટ્રાન્સફોર્મર ભરેલા ટેમ્પો નંબર GJ-01-BU-7238 સહિત કામરેજના આંબોલી તાપી નદી કિનારે આવેલા મેલડી માતા મંદિર નજીક રહેતા ધનરાજ સુરેશ સિંધે અને સલીમ ગરીબ શેખને ઝડપી પાડ્યા હતા.




