નર્મદા

દેડીયાપાડા ખાતે એક આધારકાર્ડ માટે આખી રાત ઓફિસ પર સુઈ રહેવું પડે ત્યારે સવારે નંબર લાગે

નાગરિકોનો આક્રોશ: 'વહીવટી તંત્ર પહેલાં આધારકાર્ડ કેન્દ્રો ચાલુ કરાવે'

દેડીયાપાડા ખાતે મોડી રાત સુધી લાઈનોમાં આધાર કાર્ડ અપડેટ માટે લાભાર્થીઓની લાઈનો લાગી હતી. સવારે પણ લાઈનો લાગી હતી કારણ કે, આધાર કાર્ડ કેન્દ્રો બરોબર ચાલતા નથી. સ્થાનિકોની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ના આવતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર અને પ્રાંત અધિકારી દેડીયાપાડાને લેખિત રજૂઆત કરી છે. જોઈએ હવે તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરે છે કે નહિ. જિલ્લામાં બધે જ આધાર કેન્દ્રોની જરૂર હોય દેડીયાપાડા ખાતે કર્મચારીઓ વધારીને લોકોના કામ કરી આપે છે કે કેમ એ જોવું રહ્યું.

આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોને શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધારકાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલા નામ મુજબ મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે. જેથી શિષ્યવૃતિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે.

આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધારકાર્ડ કેન્દ્રની તપાસ કરી તો, તે છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. હાલ એક માત્ર કેન્દ્ર આઈ.સી.ડી.એસ. ઓફિસમાં કાર્યરત છે. અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવારથી લઇ સાંજ સુધી માત્ર 50થી 60 લોકોના આધારકાર્ડ અપડેટ થાય છે. તેની સામે સવારથી જ 200થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઉભા હતા. કેટલાક વાલીઓ રાતથી જ બાળકો સાથે અહીં જ સૂઈ ગયા હતા અને સવારે લાઈન પર ઉભા હતા. જે ખુબ જ ગંભીર બાબત છે. નાના બાળકો ત્યાં બેઠા બેઠા સૂઈ જાય છે. લોકો સરકારને અજાજી કરી રહ્યા છે. પ્રશાસનની નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા ચાર જેટલા કેન્દ્રો ઉભા કરી લોકોના કામનો નિકાલ કરવા રજૂઆત કરી છે.

આ બાબતે દેડીયાપાડા તાલુકાના વેલિયાસર ગામના કોકિલાબેન મહેશભાઇ વસાવા જણાવ્યું કે, અમે આધાર કાર્ડ માટે આવ્યા છે. ત્રણથી ચાર દિવસથી અહિયાં આવીએ છે. બેડવાન, કેવડી પણ બંધ છે. અહિયાં ભીડ વધારે છે. અહિયાં નંબર લાગતો નથી. અમે ખેડૂત તો નથી અમે મજૂરી કરીએ છીએ. અમે ક્યાંથી પૈસા લાવીએ અને છોકરાને પણ શાળામાં રજા પડે છે. એને નાસ્તો કરવો હોઈ તો પૈસા હોઈ તો કરાવીએને. અમારી એ માગ છે કે, અમારા છોકરાનું આધારકાર્ડ જલ્દી અપડેટ થઈ જાય પણ અહિયાં પણ કોઈ નિર્ણય નથી આવતો.

આ બાબતે દેડિયાપાડા મામલતદાર એસ વી વિરોલા જણાવ્યું કે, આધારકાર્ડ વાળા છે એમનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે. નવી કીટ માટેની માંગણી કરેલ છે. નવી કીટ આવશે એટલે નાવા આધારકાર્ડની કામગીરી ચાલુ થઈ જશે.

Related Articles

Back to top button