
તાપીના વ્યારા APMC માર્કેટમાં ખેડૂતો દ્વારા હંગામો કરાયો, કેટલાક ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા માર્કેટનાં વેપારીના સાધનોની તોડફોડ કરાઇ. પ્રાથમિક તબક્કે યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો ગુસ્સે ભરાયને કરી હતી તોડફોડ. વેપારીના વજન કાંટા સહિત શાકભાજીના કેરેટની કરી તોડફોડ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ મેળવ્યો હતો. બંધ થયેલી ભીંડાની હરાજી પોલીસની દરમિયાનગીરીથી ફરી શરૂ કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં કેટલાક ખેડૂતો દ્વારા હંગામો મચાવી તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના આક્ષેપ હતા કે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા બબાલ કરાઈ હતી. જોકે માર્કેટ યાર્ડના પ્રમુખ દ્વારા સમાધાનરૂપે અમુક રકમ નક્કી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો અને ભીંડાની હરાજી ફરી શરૂ કરાઇ હતી. બનાવને લઇ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખેડૂત ઉત્પન્ન સહકારી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી આવતા ખેડૂતોને ભીંડાના ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા હતા અને બબાલ ઊભી થઈ હતી. જેમાં ખેડૂતો દ્વારા તોડફોડ કરી ભારે નુકશાન કરવામાં આવ્યું હતું. બનાવની ગંભીરતા સમજી જઈ વ્યારા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. ત્યાર બાદ વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખ પણ પહોંચી ગયા હતા અને એક ભાવ નક્કી કરી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.




