વ્યારા દૂધ મંડળીમાં બે પક્ષે અલગ સભા કરતા રજીસ્ટ્રારને રજૂઆત

વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સભા અધ્યક્ષ મુદ્દે સભાસદોમાંથી બે (2 ) દરખાસ્ત મૂકી જેમાં માન્યતા મેળવવા જરૂરી પ્રોસિજર થઇ નથી. જે વિવાદ બાબતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી દ્વારા રજીસ્ટર ને લેખિતમાં રજૂઆત કરી હતી.
વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી કમલેશભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તા.29/9/2024 ના રોજ વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સભા સરિતાનગર સોસાયટી હોલમાં સભા યોજાઈ હતી.જેમાં સભા અધ્યક્ષ મુદ્દે સભાસદો માંથી બે દરખાસ્ત મુકી જેમાં માન્યતા મેળવવા જરૂરી પ્રોસિજર કરી નથી. જેથી મારા મત પ્રમાણે સભા કાયદેસર થઈ નથી. છતાં બંને પક્ષોએ મનસ્વી સભા કરી બંને પક્ષકાર સભાસદો પોતાની રીતે સભા અલગ સમયે કરી પરંતુ બંને સભાના તા.1/10/24 ના રોજ કોઈ પણ ઠરાવો કરાયા નથી. વિશેષમાં મંડળીમાં 80 ટકા બીનસભાસદો દૂધ ભરે છે. તે સંખ્યા મોટી હોય સભાની ઠરાવ બુકમાં ખોટી સહીઓ થવાની શક્યતા છે. સભાને કાયદેસર માન્યતા માટે ઠરાવ બુકની ચકાસણી કરવાની જરૂર છે. અને બંને પક્ષકારો દ્વારા ઠરાવ બુકમાં ઠરાવ લખવા મારા ઉપર દબાણ કરવામાં આવે છે.જેથી આપ ના માર્ગદર્શનની જરૂર હોય જરૂરી સૂચન કરશો.




