ડાંગ

વઘઈના ઝાવડા ગૃપની ગ્રામસભા કોરમ વગર તલાટી અને સરપંચે પૂર્ણ કરતા વિવાદ

35 લોકોની હાજરીમાં ગ્રામસભા સંપન્ન, ખરેખર 50 નું કોરમ હોવુ જોઇએ

વઘઈ તાલુકામાં આવતા ઝાવડા ગ્રામ પંચાયતમાં 2જી ઓક્ટોબરના રોજ દરેક પંચાયતમાં ગ્રામસભા યોજાઇ હતી. જેમાં ખાસ મનરેગાનું લેબર બજેટ, સ્વચ્છતા જેવા મહત્વના મુદ્દે ચર્ચા કરી આયોજન કરવામાં આવે છે પરંતુ ઝાવડા પંચાયતમાં સરપંચ પોતાના માનીતાઓને જ એજન્ડા આપી સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા મનસ્વી રીતે જાણે ભ્રષ્ટાચાર છુપાવવા પંચાયતના ગામોમાં 1900 વધારે મતદાતાઓ છે તેમ છતાં તમામ અધિકારીઓ અને ગ્રામજનો મળીને કુલ 35 લોકોની હાજરીમાં જ ગ્રામસભા પૂર્ણ જાહેર કરાઈ હતી.

કોરમ મુજબ 50ની જગ્યાએ 53 લોકો હાજર હતા બુધવારે ઝાવડા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઇ હતી. જેમાં કોરમ મુજબ 50 લોકો હાજર રહેવું જોઈએ પરંતુ અહીં 53 લોકો હાજર હતા. > બિપીનભાઇ, તલાટી, ઝાવડા ગ્રુપ ગ્રા.પં.

ગામના આગેવાનો તથા ગામલોકો જણાવી રહ્યાં છે કે 50 લોકોની હાજરીમાં કોરમ હોવું જોઈએ તેમ છતાં ગ્રામસભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં તાલુકા કક્ષાએથી વઘઈ તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં એન્જિનિયર પ્રતિક ગાવિત પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની માંગ છે કે ફરીથી ગ્રામસભા યોજવામાં આવે અને ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ દરેક ગામોમાં એજન્ડા આપવામાં આવે. વઘઈ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય પગલા ભરે તે તેવી ગામલોકો માંગણી કરી રહ્યાં છે.

Related Articles

Back to top button