નવસારી

વાંસદામાં RTI કાર્યકરને મારી નાંખવાની ધમકી બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાંસદા મામલતદાર કચેરીમાં આરટીઆઇ કાર્યકર અને નિવૃત્ત શિક્ષક દીપક પટેલને જાનથી મારી નાંખવાની ધમકી અંતર્ગત કડોદરા પોલીસ મથકે તલાટીએ ગ્રામ પંચાયતની પોતાની કેબિનમાં પત્ર લખી માહિતી આપવા બોલાવ્યો હતો. જ્યાં તેમણે પોતાના 6 સાગરીતોને બોલાવી બેસાડી સુરત તા. 18મી સપ્ટેમ્બરના રોજ ટાંટિયા તોડી જાનથી મારવાની ધમકી આપવાનું કાવતરું ઘડનાર પલસાણા તાલુકાના તલાટી પ્રતાપભાઈ અને છ જણાં સામે કાર્યવાહી કરવા પોલીસમાં કેસ દાખલ કરવા અરજી આપી હતી. છેલ્લા ઘણાં સમયથી કડોદરા પોલીસના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરતા ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામા આવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે એક નિવૃત્ત શિક્ષક દિપક પટેલ મદદ માટે 100 નંબર કોલ કરે છે. સ્થાનિક પોલીસ સ્ટેશન કડોદરામાં ફરિયાદ આપી હોવા છતાં પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરતા શિક્ષક અને આરટીઆઇ કાર્યકર સિનિયર સિટીઝન દિપક પટેલને ન્યાય ક્યારે મળશે જેના માટે વાંસદા મામલતદારને આર. ટી.આઇ.કાર્યકર સાથે ભૂપેન પટેલ, મદન વૈષ્ણવ સહિત તમામ સભ્યોએ આવેદનપત્ર સુપરત કર્યું હતું.

Related Articles

Back to top button