માંડવી

સ્ટોન કવોરી એસોસિયેશન રાજયવ્યાપી હડતાળને માંડવીમાં મહત્તમ પ્રતિસાદ

માંડવી તાલુકા કવોરી એસોસિએશનના અગ્રણી રજનીભાઈ કથીરિયા, મનસુખ ભાલાળા અને દામજી ડાકલાના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠક બાદ કવોરી ઉદ્યોગ બંધ કરવાના એલાનને માંડવી તાલુકામાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

રાજ્ય કવોરી એસો. દ્વારા ઘણા સમયથી રાજ્ય સરકારમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. કવોરી ઉદ્યોગને નુકસાન પહોંચે એવા સરકારના નિયમોથી કંટાળેલા કવોરી એસોસિએશને વારંવાર રજૂઆતો કરી હતી છતાં પણ કોઈ ઉકેલ ન આવતા રાજ્યભરમાં કવોરી એસોસિયેશને બંધનું એલાન આપ્યું હતું જેમાં માંડવી તાલુકા એસોસિએશન પણ જોડાયું હતું અને તાલુકાની અંદાજિત 25 જેટલી કવોરીના માલિકોએ એસોસિએશનના આદેશનું આજરોજ ચુસ્તપણે પાલન કર્યું હતું અને તમામ કવોરીઓ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાના જાણે કે શ્રી ગણેશ કરી દીધા હતા. કવોરી ઉદ્યોગ બંધ રહેતા માંડવી વિસ્તારની 200 થી 300 ટ્રકોના પેંડા થંભી ગયા હતા જ્યારે જિલ્લામાં 1200 થી વધુ ટ્રકના પેંડા થંભી ગયા હતા. આ ઉપરાંત કવોરી ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોએ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. ઘર આંગણે મળતા રોજગાર બંધ થઈ જતાં બેરોજગાર બની ગયા હોય તેમ સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. વારંવારની રજૂઆત પછી પણ કવોરી ઉદ્યોગનો એક પણ પ્રશ્નનો નિકાલ ન આવતા કવોરી માલિકોમાં પણ ભારે નારાજગી વ્યાપી ઉઠી હતી.

Related Articles

Back to top button