ભરૂચ

નેત્રંગમાં સરપંચના બદલે વચેટિયાઓનો દબદબો વધતા ગ્રામસભા તોફાની બની

નેત્રંગ ગ્રામ પંચાયતની ગ્રામસભા સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખની અધ્યક્ષતામાં યોજાય હતી.જેમાં હાલમાં નગરમાં ફેલાયેલાં રોગચાળા સહિતના મામલે સભા તોફાની બની હતી. વિકાસના કામોના આયોજન,સફાઇ ,ઉકરડા વ્યવસ્થાપન, વેરા વસુલાત ,દબાણ હટાવવા, ચાર રસ્તા વિસ્તારમા આવેલ છુટક લારી ગલ્લાવાળાઓને માંડવી રોડ પંચાયતના બાગમા જગ્યા ફાળવવી વગેરે ચર્ચા કરવામાં આવી હતી. જેના જવાબ સરપંચ નહિ પરંતુ બીજા જ વચેટીયા આપતા હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. અમરાવતી નદી કિનારે આવેલા કુવામાંથી ગટરનું પાણી પાઇપલાઇન દ્વારા લોકોને મળતા જાડા ઉલટી ના દર્દીઓ એક સામટા આવી ગયા હતા. આરોગ્ય સહિતના વિભાગોએ સ્થળ તપાસ કરીને ગ્રામ પંચાયતને જરૂરી સૂચનાઓ આપેલી હતી પરંતુ તે પ્રમાણેનું કામ નહીં થતાં આજે પણ ઝાડા ઉલટી ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેમાં ત્રણ મહિલાના મૃત્યુ પણ થઈ ગયા છે. નેત્રંગ ગ્રામ પંચાયતનો 80 લાખના ખર્ચે સીસી રસ્તો તદ્દન હલકી કક્ષાનો હોવાની પણ રજૂઆત થઇ હતી.

Related Articles

Back to top button