બાજીપુરામાં વેફર કંપનીમાં ગ્રામજનો દ્વારા બાળ મજૂરોની બાતમી મળતા લેબર ઇન્સ્પેક્ટર રેડ

બાજીપુરામાં લાભજી નમકીન બનાવતી કંપનીમાં મહિલાઓએ મહેનતાણા અંગે રજૂઆત કરતા માલિકે નોકરી પરથી હિસાબ આપી છૂટી કરતા પગાર પણ બાકી હોય લેવા બેસી હતી. જે મુદ્દે આદિવાસી સંવિધાન સેના જિલ્લા પ્રમુખ અમિત ચૌધરી તથા વાલોડ પ્રમુખ યોગેશ ગામીતે આવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર 18 વર્ષથી નીચેની બાળા કામે આવે છે તે કંપનીમાં હોય આગેવાનોએ માલિકને તેમને છોડવા વિનંતી કરી હતી.
પરંતુ માલિકે ઘરે નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ એક બાળાના પિતા લેવા આવતા મોબાઇલ પર સંપર્ક કરતા તેઓ ફેક્ટરીમાં જ હોવાનું જાણતા વિવાદ થયો હતો. બાદ બાળાઓ બહાર આવતા ટોળુ ઉશ્કેરાયુ હતુ. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
કામદારોને દૈનિક ભથ્થું 783 ચૂકવાનો હોય છે, તેને બદલે રૂ. 250 મહેનતાણું ચુકવાતું હતું અને 10 કલાક જેટલું કામ લેવાતું હતું, મહિલાઓએ પગાર વધારાની માંગ કરતા તેમને છૂટી કરી દેવામાં આવી હોવાની જાણ થતાં અમો સ્થળ પર આવ્યા હતા. > અમિત ચૌધરી, તાપી જિલ્લા પ્રમુખ, ભારત આદિવાસી સંવિધાન સેના
લેબર ઇન્સ્પેક્ટર આવી ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું. ફેક્ટરીના ધારાધોરણ મુજબ લેબર ઇન્સ્પેક્ટર ઓછું વેતન ગ્રેજ્યુટી બોનસ પ્રાથમિક સારવારના સાધનો જેવી બાબતોને ધ્યાનમાં લઇ લાભજી નમકીન અને વેફર કંપનીના માલિકને નોટિસ આપવાનું જણાવી આદિવાસી મહિલાઓને ન્યાય અપાવવા માટે હૈયાં ધરપત આપી હતી.




