માંડવી

માંડવીના નરેણ આશ્રમશાળાની વિદ્યાર્થિઓને અનેક બહાનાઓ બનાવીને રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કરતો હતો આચાર્ય!

રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે. સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. માંડવી તાલુકાની નરેણ આશ્રમ શાળાની એક ઘટના સામે આવી છે. અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી. માંડવી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ તા. 24 જૂલાઈનો છે. આશ્રમ શાળાનાં આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા.

જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આશ્રમ શાળાની એક નહી પરંતુ 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નરેના આશ્રમ શાળામાં કુલ 80 વિદ્યાર્થિનીઓ છે. જેમાંથી મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે આચાર્ય દ્વારા છેડતી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ પોલીસે 4 વિદ્યાર્થિનીને ભોગ બનનાર તરીકે રાખી છે તેમજ અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ ચાલી રહી છે. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે હજુ કેટલી વિદ્યાર્થિનીને આચાર્યએ હવસનો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટાભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલાં થતાં આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતાં લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button