ચાલુ વર્ષની દિવાળી નર્મદા સુગરના ખેડૂતો આંનદ ઉલ્લાસથી ઉજવશે
ત્રીજો હપ્તો 74 કરોડ રૂપિયા 1500થી વધુ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન જમાં કરવામાં આવ્યો

નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂત સભાસદોએ આપેલી શેરડીના રૂપિયા ત્રણ તબક્કામાં આપે છે. નર્મદા સુગર દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ પ્રમાણે જેતે ખેડૂતની જેટલી શેરડી થઈ હશે તેમણે ઓનલાઇન મેસેજ મળી ગયો હોય તેના કેટલા રૂપિયા એ પણ માહિતી આપવામાં આવે છે. આવો પારદર્શક વહીવટ કરતી નર્મદા સુગર દ્વારા આગળ બે તબક્કાનાં પેમેન્ટ ખેડૂતનાં ખાતામાં જમાં કરી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રીજો હપ્તો 74 કરોડ રૂપિયા 1500થી વધુ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન જમાં કરવામાં આવ્યા છે.
રાજ્યની અન્ય સુગર ફેક્ટરીઓમાં હજી પહેલો હપ્તો મળ્યો છે. કેટલીક ફેક્ટરીમાં બીજો હપ્તો આપવામાં આવ્યો છે. જ્યારે નર્મદા સુગર ફેકટરીમાં ત્રીજો અને ફાયનલ હપ્તો પણ નવરાત્રિ દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં શેરડીના નાણાં જમા થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ નર્મદા સુગરમાં ખેડૂતોના ખાતામાં શેરડીના ફાઇનલ હપ્તાનું પેમેન્ટ 74 કરોડ રૂપિયા ખેડૂતના બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે. જેથી તહેવારોમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ કામ લાગે નર્મદા સુગરનો વહીવટ એકદમ પારદર્શક અને પેપરલેસ ઓનલાઇન વહીવટ છે. ખેડૂતોની ખુશી એ જ અમારી ખુશી હવે નવી સીઝન માટે સજ્જ થઈ રહ્યા છે.




