નવસારી

mining theft: ગણદેવીના માસા ગામે સુજલામ સુફલામ્ તળાવમાં માટી ખનનનો વિવાદ પોહચ્યો કલેક્ટર કચેરીએ

ગણદેવી તાલુકાના માસા ગામે આવેલા તળાવમાં ગેરકાયદેસર માટે ખોદકામ કરવા બાબતે ગામના જાગૃત નાગરિકે હાલના સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા માટી ગેરકાયદેસર વેચાણ કરતા તેમના વિરુદ્ધ પગલાં લેવા કલેકટરને ફરિયાદ કરી હતી.

ગણદેવી તાલુકાના માસા ગામે રહેતા અને માજી સરપંચ દુલ્લભભાઈ નેમાભાઈ પટેલે કલેકટરને તેમના ગામમાં આવેલા તળાવમાંથી ગેરકાયદેસર ખોદકામ કર્યું હોવાનો આક્ષેપ કરતા સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે માસા ગામે હિમાયતી તળાવ આવેલું છે. જેમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવ મંજૂર થયું હોય તેના સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તળાવમાં માટીખનન કરી આજુ બાજુના ગામોમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગેરકાયદે વેચાણ કર્યું છે. તળાવ ઊંડું હોવા છતાં વધુ ઊંડું કરી ખેતી માટે જોખમ ઉભુ કર્યું હોય તેમના વિરૂદ્ધ પગલાં લેવા જણાવ્યું હતું. જેને લઇ આગામી સમયમાં ગામમાં વિવાદના એંધાણ સજાર્વાની શક્યતા છે. હાલના ઉપસરપંચ વિરૂદ્ધ કેસ ઊભો છે ઉપસરપંચ વિરૂદ્ધ વર્ષ 2013-14નાં વર્ષમાં ગેરકાયદે માટીખનન બાબતે 19 લાખનો દંડ થયો જે કેસ હજુ ચાલુ છે ત્યારે બીજીવાર પણ માટીખનન કરી સરકારને ચૂનો લગાડી રહ્યાં છે.

Related Articles

Back to top button