તાપી
Corruption: કુકરમુંડામાં નલ સે જલ યોજના અંતર્ગત કરોડોના કામની તપાસ કરવા મામલતદારને આવેધન

તાપીના છેવાડાના કુકરમુંડામાં સમાવેશ ગામડાઓમાં ગત વર્ષમાં સરકાર દ્વારા ” નલ સે જલ ” યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે. તેમ છતાં પણ ઘણા ગામડાઓમાં “જલ સે નલ” યોજનાનું પાણી જ પહોંચી રહ્યું નથી. સરકારે તાલુકાના ગામડાઓમાં કુટુંબ પરિવારોના ઘર ઘર સુધી પાણી મળી રહે તેે હેતુથી “જલ સે નલ ” યોજના હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફળાવણી કરી હતી અને જે પાણીની યોજનાની કામગીરી એજન્સીને સોંપાય હતી. પરંતુ ઘણા ગામડાઓમાં “નલ સે જલ ” યોજનાનું પાણી પહોંચતું નથી. તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવેલ છે. બેજ ગામના રહેવાસી જલેન્દ્રભાઈ વળવી દ્વારા મામલતદારને લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યા અનુસાર સરકારી દ્વારા કુકરમુંડા તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરેલ છે. તેમ છતાં પણ “નલ સે જલ “યોજનાનું પાણી ઘર ઘર સુધી પહોંચ્યું જ નથી.




