carelessness: માંગરોળના કુંવરદા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોલમ માટે ખોદવામાં આવેલ ખાડાનાં પાણીમાં 61 વર્ષીય આઘેડનું ડૂબી જવાથી મોત

માંગરોળના કુંવરદા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુત્રોએ કોલમ માટે ખોદેલ ઉંડા ખાડા નજીક સાવચેતીનાં ભાગરૂપે બેરીકેટ નહીં મુકી જેમની બેદરકારીનાં પગલે કુંવરદાનાં 61 વર્ષીય પશુપાલકનું ખાડાનાં પાણીનાં ડૂબી જવાનાં પગલે મોત નિપજી જતા બુલેટ ટ્રેન સુત્રો સામે સ્થાનિક રહિશોએ રોષ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં આવેલ કુંવરદા ખાતે રહેતા 61 વર્ષીય પશુપાલક ઉદયસિંહ બહાદુરસિંહ ડોડીયા કુંવરદા ગામે તળાવ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસેથી જેમની ભેંસો અને ગાયો ચરાવવા માટે જઇ રહ્યા હતા. જે દરમ્યાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુત્રો દ્વારા ત્યાં કોલમ માટે ખોદવામાં આવેલ ખાડામાં પશુપાલક ઉદયસિંહ અંદર પડી ગયા હતા. જોકે ખાડામાં પાણી હોવાનાં કારણે પશુ પાલક ખાડાનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ જઈ જેમનું મોત નિપજી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન સુત્રો દ્વારા ઉપરોક્ત જગ્યાએ સાવચેતીનાં ભાગરૂપે ખાડાનાં નજીક કોઇ પ્રકારનું બેરીકેટ અથવા સાવધાનીનું નિશાન નહીં મુકી આજે જેમની બેદરકારીનાં કારણે 61 વર્ષીય પશુપાલકનું મોત નિપજી જતા સ્થાનિક રહિશોમાં લાપરવાહ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુત્રો સામે રોષની લાગણી પ્રવતી રહી હતી. સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને થતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.




