નવસારી
રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના સભ્યોએ દલિત અને મહિલાઓ પર થતા અત્યાચાર બંધ કરવા કલેક્ટરને આવેધન પાઠવ્યું

નવસારીના RPIના હોદ્દેદારોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. દલિતો ઉપર થતા અત્યાચારો અને મહિલાઓ પર થતા દુષ્કર્મના બનાવો અને કાયદો- વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેદન આપી વિરોધ કર્યો હતો. રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના હોદ્દેદારો નાના સુકલાલ પવાર, ગુણવંત રાઠોડ સહિત આગેવાનોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં દલિત ઉપર અને મહિલાઓ ઉપરનાં અત્યાચારો બેફામ વધી રહ્યાં છે. દલિતો અમદાવાદમાં ગરબા ગાવા ગયા ત્યારે સ્વર્ણ સમાજ દ્વારા હત્યા કરવામાં આવી છે. વડોદરામાં મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની, દાહોદમાં આચાર્ય દ્વારા બાળાની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી દીધી હતી. આ તમામ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને દલિતો અને મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને દુષ્કર્મ બંધ કરાવવા કડક કાયદો બનાવવા માંગ કરી હતી.




