નવસારીમાં કાલિયાવાડીથી કાછીયાવાડીને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી રેલના પાણી નીકળી ગયા પાછળ સર્જાયેલી ખાનાખરાબી યથાવત

નવસારીમાં કાલીયાવાડીથી કાછીયાવાડીને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી રેલના પાણી બાદ નમી ગયેલ રેલિંગથી લોકોમાં અકસ્માતની ભિતી સેવાઇ રહી છે.
નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારે પાણીના ભરાવાની સ્થિતિ ચાલુ વર્ષે જોવા મળી હતી. જેમાં કાછીયાવાડી વિસ્તારમાં ચાલુ વર્ષ દરમિયાન બે વખત પાણીનો ભરાવો થયો હોવાથી વરસાદી કાંસની ખાડી માર્ગને અડીને પસાર થતી હોય અહીં જૂની રેલિંગ ભારે વહેણ સાથે આવેલા પ્રવાહમાં નમી ગઇ છે તો ક્યાંક તૂટી ગયેલી જોવા મળી રહી છે. આ માર્ગનો રહેણાંક વિસ્તારને જોડતો માર્ગ હોય અહીં અવરજવર માટે રોજિંદા ધોરણે ઉપયોગ થતો હોય છે. અહીંથી રોજિંદા હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય દિવસ દરમિયાન તથા રાત્રીના અંધકારના સમયે માર્ગ અકસ્માતના સંજોગોમાં કે વાહન ખાબકવાની પરિસ્થિતિમાં લોકો માટે નમી ગયેલી તથા તૂટેલી રેલિંગ વ્યવસ્થા જીવલેણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. { કાલિયાવાડીથી કાછીયાવાડીને જોડતો મુખ્ય માર્ગ.




