માંડવીના માલધા ફાટા ચોકડી પર વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન

માંડવી તાલુકામાં દેવગઢ ઈસર જુનવાણ માલધા અન્ય ગામનો માટે સવારે 8.30 થી 10.00 સુધી મર્યાદિત બસો જતી હોવાથી બસ શરૂ કરવામાં રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પ્રશ્નનો હલ ન આવતા ઝંખવાવ તરફથી આવતી બસો અને માંડવી તરફથી આવતી બસો વિદ્યાર્થીઓ દ્વારા અટકાવવામાં આવી હતી જોકે મુખ્ય કારણ મોટા ભાગે બસો માંડવી રૂટ માટે મર્યાદિત હોવાના લીધે બસમાં સંખ્યા ફુલ થઈ જતાં સ્ટેશન પર ન થોભાવતા વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ પહોંચી શકતા ન હતા ઘણા ગામના વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેના પગલે વિદ્યાર્થીઓ દ્વારા બુધવારે બસને થોભાવીને બસ આંદોલન કર્યું હતું. બે કલાક ચાલેલા આ આંદોલનમાં દસથી વધુ બસો વિદ્યાર્થીઓ દ્વારા અટકાવી હતી. ત્યારબાદ તંત્ર આવી વિદ્યાર્થીઓને બસ ફરી શરૂ કરવાની બાંહેધરી આપતાં જણાવ્યું હતું કે લુહારવડ ગામ માટે બસ ફાળવવામાં આવી છે. જેથી માંડવી આવતા વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે. વધુ ઝંખવાવ વાંકલ બાજુથી આવતી બસ સવારે વાલિયા થઈને માંડવી તરફ જશે તેનાથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો અંત આવશે. તંત્ર સ્થળ પર આવીને પુરતી તકેદારી રાખવા માટે આશ્વાસન આપવામાં આવ્યુ હતું. અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ધરપત આપી હતી.




