તાપીમાં જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ડાંગરને નુકસાન થતાં સહાય માટે કલેક્ટરને રજૂઆત

વ્યારા સહિત તાપી જિલ્લાના સાત તાલુકામાં સતત વરસાદના કારણે ડાંગર ના પાકને નુકશાનનું પહોંચ્યો હતો જેને લઈને ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી જેને લઇ તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મળે એ માટે તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા વ્યારા ખાતે કલેકટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું જેમા તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે ડાંગરના ઊભા પાકને પાણી ભરાવવાથી ડાંગર ઊગી તથા સડી જવાથી ખેડૂતોને ભારે નુકશાન અને અન્ય પાકોને પણ ઘણું નુકશાન થયેલ છે. અને ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ભારે નુકશાન થશે એવો ભય ઊભો થઈ રહ્યો છે.
અગાઉ પણ ભારે વરસાદના કારણે જમીનનું ઘણું જ ધોવાણ થવાથી નુકશાન થયેલ છે. અને પાકને પણ ઘણું નુકશાન થયેલ છે. તો,જે જમીન ધોવાણનું નુકશાનનું આજ સુધી સહાય ચૂકવવામાં આવી નથી. તો, તેની સાથે હાલના પાકોનો નુકશાનનું સર્વે કરી સહાય ચૂકવવા માંગણી અને વિનંતી કરવામાં આવી છે.




