તાપી

કુકરમુંડાના ઈટવાઈ ગ્રુપ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે જાગૃતતા બાબતે સરપંચે બેઠક યોજી

કુકરમુંડા તાલુકામાં આવેલ ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવ ગામોનું સમાવેશ થાય છે. જે ગામડાઓમાં વર્ષ 2024 / 2025માં કાચામકાનો ધરાવતા 495 ગરીબ કુટુંબ પરિવારોને પાકુ મકાન બનાવવામાં માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવેલ છે. જેથી ગત મંગળવારે ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અક્ષયભાઈ નાઈકના અધ્યક્ષ સ્થાને PM આવાસ યોજનામાં સમાવેશ લાભાર્થીઓની બેઠક યોજાઈ હતી.

મળતી મહતી મુજબ આ બેઠકમાં લાભાર્થીઓ સાથે સાથે ગ્રુપ ગ્રા.પં.ના સભ્યો, તા. પં.ના સભ્યો પણ હાજર રહ્યા હતા. ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ મૌજે ઈટવાઈ, ડાબરીઆંબા, પરોડ, પાટીપાડા, ઉમજા, ઉદામગડી, ગંગથા, પીપરીપાડા, ઝીરીબેડા ગામડામાં કાચા મકાનોમાં વસવાટ કરનાર 495 પરિવારોને પાકુ મકાન બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે. ગત રોજ સરપંચ દ્વારા ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે બેઠક યોજી હતી. લાભાર્થીઓને પાકું મકાન બનાવવા સરકાર દ્વારા સહાયની રકમ પ્રથમ, બીજો અને ત્રીજા હપ્તા પ્રમાણે ચુકવણું કરવાંમાં આવે છે. તે બાબતે તેમજ પાકુ મકાન બનાવવામાં કામગીરી કરતા મજૂરોને મનેરેગા યોજના અંતર્ગત અપાતી રોજગારી અને શૌચાલય અંગે માહિતી અપાઈ હતી.

Related Articles

Back to top button