માંગરોળ

માંગરોળ ગેંગરેપનો મામલામાં આખરે રિમાન્ડના છેલ્લા દિવસે રાજુ લૂંટ કરેલા મોબાઈલ મામલો થાળે પડ્યો

ઝાડી ઝાંખરીમાંથી થેલીમાં લપેટાયેલા મોબાઈલ મળ્યા

મોટા બોરસરા ગેંગરેપની ચકચારી ઘટનાનાં ત્રણ મુખ્ય આરોપીની સુરત જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી અટક બાદ શિવશંકર નામનાં આરોપીનું કસ્ટોડિયલ મોત બાદ અન્ય બે આરોપી મુન્ના પાસવાન અને રાજૂની અટક બાદ બંને આરોપીઓને સુરત પોક્સો કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાહીત ઇતિહાસ ધરાવતા અને માનસીક વિકૃત એવા મુખ્ય સુત્રધાર રાજૂ વિશ્વકર્માનાં પાંચ દિવસનાં રીમાન્ડના પહેલા દિવસથી જ તપાસનીશ પોલીસ અધિકારીઓને પુછપરછ દરમિયાન મુદ્દામાલ માટે ગોળ ગોળ ફેરવી રહ્યો હતો.

પોલીસ દ્વારા પિડીતા અને મિત્રનાં લૂંટી લેવાયેલા મોબાઇલનાં મુદ્દામાલની પુછપરછ દરમ્યાન શાતિર રાજૂ દ્વારા રોજ અલગ અલગ દિશામાં પોલીસને ગુમરાહ કરી મોબાઇલ ટ્રેનમાંથી ફેંકી દીધો તેમજ ભાગદોડમાં ક્યાંક પડી ગયો જેવી દિશા વિહીન વાતો કરી પોલીસને તપાસમાં સહકાર નહીં આપતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આવતી કાલે ગુરૂવારે ગેંગરેપનાં મુખ્ય આરોપી રાજૂ વિશ્વકર્માની રીમાન્ડ અવધી પૂર્ણ થાય એ પૂર્વે આજે તપાસનીશ પોલીસ અધિકારીઓએ આરોપી રાજૂની ખાસ સરભરા કરી ઉંડાણ પૂર્વકની પુછપરછ કરતા પોપટની જેમ રાજૂએ મુદ્દામાલ માટે વટાણા વેરી નાંખી ગેંગરેપની ઘટનાને અંજામ આપી ભાગી છુટેલા રાજૂએ લૂંટનાં બંને મોબાઇલનાં સીમ કાઢી નાંખી થેલીમાં લપેટી તડકેશ્વર કેનાલ નજીક ઝાડી ઝાંખરીમાં સુવ્યવસ્થિત રીતે છુપાવી દીધા હતા.

આજે અધિકારીઓની ટીમે રાજૂને સાથે લઇ જઇને ગેંગરેપની ઘટનામાં લૂંટનાં બંને મોબાઇલનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વધુમાં રાજૂએ ઉપરોક્ત મોબાઇલ સમગ્ર મામલો શાંત થયા બાદ તડકેશ્વર કેનાલ ખેતરાડીમાંથી લૂંટનાં બંને મોબાઇલો વેચી રોકડી કરી લેવાનાં મનસુબાની કબૂલાત કરી હતી. જોકે હાલ વધુ પુછપરછ અને જરૂરી તપાસ જણાશે તો જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે આરોપી રાજૂના રીમાન્ડ પૂર્ણ થયે ફરી એકવાર વધુ તપાસ માટે સુરત કોર્ટમાં રીમાન્ડની સંભવિત માગ કરવામાં આવશે.

Related Articles

Back to top button