રમતગમત

વરસાદના વિઘ્ન વચ્ચે IND Vs NZ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત રદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રદ થઈ છે. બેંગલુરુમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો.

હવામાન વેબસાઇટ Accuweather અનુસાર, બેંગલુરુમાં આગામી 4 દિવસ સુધી આવું જ હવામાન રહેવાની અપેક્ષા છે. અગાઉ કાનપુર ટેસ્ટના પ્રથમ 3 દિવસ વરસાદથી પ્રભાવિત થયા હતા.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત (IND)

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ.

ન્યૂઝીલેન્ડ (NZ)

ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર/માઇકલ બ્રેસવેલ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓ’રર્કે.

Related Articles

Back to top button