રાજનીતિ

ગુજરાતમાં ફરી આવી વિધાનસભાની ચૂંટણી

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ

મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠક વાવની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પર મતદાન થશે જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું એલાન

  • નામાંકન તારીખ: 18 ઓકટોબર
  • નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
  • નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
  • નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
  • મતદાન તારીખ: 13 નવેમ્બર
  • મતગણતરી: 23 નવેમ્બર

આ બેઠક કેમ ખાલી પડેલી હતી?

બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે કે, વાવ વિધાનસભા બેઠક. આ બેઠક કોંગ્રસનો ગઢ ગણાય છે.જ્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત દર્જ કરાવી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી.

વાવ બેઠકના જાતિગત સમીકરણો

આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.

આ બેઠકનો રાજકીય ઈતિહાસ

1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.

Related Articles

Back to top button