ડાંગ જિલ્લામાંથી ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ઝડપાયો

ડાંગ જિલ્લામાંથી રાતે ડાંગ એલસીબીએ ઘરફોડ ચોરીનો આરોપી ઝડપી પાડ્યો હતો. ડોન ગ્રામ પંચાયત ઓફિસમાંથી 3 મહિના પહેલા રૂપિયા 2,20,000 ચોરાયાની ફરિયાદ સામે આવી હતી. તેમજ આહવા ખાતેથી 3 મોબાઈલ પણ ગુમ થયાંની ફરિયાદ મળી હતી. આ અંગેની ચોરીની તપાસ આહવા LCB પોલીસને સોંપવામાં આવી હતી, ત્યારે આહવાથી મોબાઈલ IME નંબરથી 3 મોબાઈલ ચોરી અને ડોન ગ્રામ પંચાયત ઓફિસમાંથી 3 મહિના પહેલા રૂપિયા 2,20,000 ચોરાયાની ફરિયાદનો ખુલાસો આરોપી સ્યામલ પાવર રહે. આહવા જી. ડાંગ જે એકજ વ્યક્તિમાના તરફેણમાં થયો હતો. જે અંગેની આરોપીએ કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું.
પોતાના મોજ શોખ માટે ચોરી કરનાર યુવક હાલ પોલીસનાં પકડમાં છે. આરોપીએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, ડોન ગ્રામ પંચાયત ઓફિસમાંથી ચોરેલા રૂપિયા 2,20,000માંથી 1 લાખ 50 હજારની નવી બાઇક લઈ પોતાના મોજ શોખ માટે વપરાશ કરતો હતો. જ્યારે બાકીના પૈસા વાપરી અન્ય ખર્ચા માટે મોબાઈલની પણ ચોરી કરી હતી. એમ આહવા LCB પોલીસ પાસે આરોપીએ કબૂલ્યાનું સામે આવેલ છે. ડાંગ આહવા LCB પોલીસ દ્વારા હજુ પણ આરોપીના ગુના અંગે પૂછપરછ ચાલુ છે.




