ભરૂચ

આમોદના કાંકરિયા નજીક આવેલ ITIના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરે છે

ભરૂચ આમોદ વિસ્તારમાં એસટી બસના ધાંધિયાના કારણે આઇટીઆઇના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરવાની ફરજ પડી રહી છે.

આમોદના કાંકરિયા નજીક આવેલ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ એસટીની સુવિધાના અભાવે મુશ્કેલી વેઠી રહયાં છે.કાંકરિયા ગામ ખાતે એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ 7 થી 8 કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે. 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે સમયસર બસની સુવિધા ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આકરી ગરમી કે વરસાદના વાતાવરણમાં પણ વિદ્યાર્થીઓએ પગપાળા આવવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે બસની સુવિધા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Related Articles

Back to top button