નર્મદાની સંકલનની બેઠકમાં ખરાબ માર્ગો વહેલી તકે રિપેર કરાવવા સૂચના

ચોમાસા બાદ ખરાબ થયેલા તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવવા સાંસદ અને ધરાસભ્યોએ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે.
ચોમાસામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ખખડધજ બની ગયાં છે. માર્ગ અને મકાન વિભાગ રસ્તાઓના રીપેરિંગનો દાવો કરી રહયું છે પણ હજી રસ્તાઓ ખરાબ હોવાથી જનપ્રતિનિધિઓએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો છે. કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં રસ્તાના રીપેરિંગ-પેચવર્ક, જમીન સંપાદનની કામગીરી, ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકશાનના સર્વેની બાબત, શાળાના ઓરડાનું યોગ્ય ટેન્ડરિંગ કરીને મકાન બાંધકામ કરી ઓરડા તૈયાર કરવાની કામગીરી, આધાર કાર્ડ કિટ મંગાવીને અપડેશન, એકલવ્ય શાળામાં બાળકોને શાકભાજી પહોંચાડતી એજન્સી આસપાસના ચાર જિલ્લામાંથી લોકલ રાખવી, દેડિયાપાડા હોસ્પિટલમાં એક્સ રે ટેક્નિશિયન મુકવામાં આવ્યા છે પણ હજી નિષ્ણાંત ડોક્ટરોની ભરતી સહિતની બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી.




