
- સાગબરાના હલગામ-પાડીના લોકોને બિજા જિલ્લાના હોવાના કારણે જંગલ જમીન પર બેદખલ અને કાચા ઘરો સળગાવી દેવાની ધમકી વારંવાર મળી રહી છે
ભારતના બંધારણની આર્ટીકલ -૨૪૪(૧)(૨) અને અનુસૂચિત -૫ માં સુરતના ઉમરપાડામાં તથા નર્મદાના સાગબારામાં સમાવિષ્ટ થાથ છે. અહી આદીવાસીઓ વર્ષોથી ખેતી કરી આજીવિકા ચલાવતાં આવ્યાં છે. ભારત સરકારે આદીવાસીઓ પર પેઢી દર પેઢી થયેલ ઐતિહાસિક અન્યાયને દુર કરવા માટે અને જળ, જંગલ, જમીન પર પોતાનો અધિકાર કાયદા રહે તે માટે વનધિકાર – ૨૦૦૬ અને તેના નિયમો -૨૦૦૮ અને સુધારા -૨૦૧૨ ઘડવામાં આવ્યાં હતાં. ઉપરાંત ઠરાવ ક્રમાંક. આર ઈ એચ -૪૯૬૬ -૪૬૭૨૦ તા.૨૯મી નવેમ્બર -૧૯૬૮થી ઉકાઈ ડેમના વિસ્થાપિતો માટે ” ઉકાઈ પુનર્વસન સલાહકાર સમિતિ “ની રચના કરી હતી. તે સમયે સમિતિએ સુવિધા અધિકારો આપવાનું નક્કી કરવામાં આવ્યા હતા, પણ અમલ થયો નથી.
તે સંદર્ભે વનધિકાર -૨૦૦૬ તેના નિયમો -૨૦૦૮ મુજબ સન -૨૦૦૯માં ગામ સ્તરે વનધિકાર સમિતિની રચનાઓ કરવામાં આવી. તે અન્વયે ઉમરપાડા તાલુકાની કુલ-૬૦૮ દાવા અરજીઓ ૧૮ અરજીઓ મંજુર કરવામાં આવી. જેમા સાગબારા તાલુકાના હલગામ-૦૫ તથા દોધનવાડી -૦૫ અરજીઓનો સમાવેશ થાય છે. જે દાવેદારોને વિશ્વ આદીવાસી દિવસ -૨૦૦૩ સનદોનુ વિતરણ થયુ હતું. અને બાકીના દાવેદારોની જે સૈધ્ધાંતિક રીતે પાત્ર છે. વનધિકાર હેઠળના પુરાવાઓ, સેટેલાઈટ ઈમેજરી નકશાઓ વગેરે તમામ પુરાવાઓ સરખા હોવા છતાં દાવેદારોની અરજીઓ મંજુર કરેલ નથી.
સાગબારા તાલુકાના પાડી, હલગામ, દોધનવાડી, નાની નાલ, સોરતા, કાકરપાડા, મોટા કાકડીયા આંબા, ભાદોડ, પરોડી અને ધવલીવેર તેઓ પહેલાં રાજપીપળા ડિવીઝન રેન્જમાં સમાવેશ હતો. પણ હાલમાં વડપાડા રેન્જમા સમાવેશ થાય છે. તેઓને જે વનધિકાર કાયદા હેઠળ દાવા અરજીઓ પેન્ડીગ છે. અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે તેવા દાવેદારો જંગલની જમીનમાં કાચા ઘરો બનાવી રહે છે. તેમને વનધિકારીઓ તમે બિજા જિલ્લાના છો, તેવા રાજકીય દબાણ કરે છે. અને બેદખલ કરવામાં આવે છે. અને ઘરો સળગાવી દેવાની ધમકીઓ આપે છે. તેના કારણે દાવેદારોમાં ભય અને ડરનો માહોલ વર્તાઈ રહયો છે. તે સંદર્ભે દાવેદારો બેદખલ ન કરવા, જિલ્લા સ્તરીય વનધિકાર સમિતિ -સુરતનો નિર્ણય ન આવે ત્યાં સુધી હેરાન ન કરવા બાબતે સુરત કલેકટરને જણાવવામાં આવ્યું છે.







