ડાંગ

ડાંગ સુબીરના સાવરદા ગામે RSETI અને DRDA આહવાના સહયોગથી 6 દિવસીય જ્યુટ પ્રોડકટ બનાવવા અંગેની તાલીમ યોજાઇ

ડાંગ જિલ્લા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવાના સહયોગથી સુબીર તાલુકાના સાવરદા ગામે 6 દિવસીય જ્યુટ પ્રોડકટ બનાવવા અંગેની તાલીમ યોજાઇ હતી. જેમાં ગામની કુલ 33 બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમમા ટ્રેનર મનીષા ગાંગુર્ડે દ્વારા માર્કેટ બેગ, મોબાઈલ બેગ, હેન્ડ બેગ, વૉલપીસ, પેન સ્ટેન્ડ, શો-પીસ, વોટર બોટલ બેગ, દરવાજાના તોરણ, જ્યુટ પર્સ (આભલા અને ઊન દ્વારા ડેકોરેટિવ), બનાવવા અંગેની તાલીમ આપવામા આવી હતી. તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આરસેટી દ્વારા અલગ-અલગ પ્રકારની રમતો દ્વારા શિખામણ આપવામા આવી હતી.

આ તાલીમની પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ રવિના ગાવીત, સહિતના આગેવાનો જીતેશ બાગુલ, અમિત બંગાળ, સુરેશ પવાર, મોહન પવાર તાલીમના ફેકલ્ટી રંજન તેમજ આરસેટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button