માંગરોળ

માંગરોળમાં વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યની બદલી રદ કરવા માંગ

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો. પાર્થિવ ચૌધરીની બદલી રદ કરવાની માગ સાથે મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી દસ દિવસમાં બદલી નહીં થાય તો ગાંધીજીએ માર્ગે ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

સામાજિક આગેવાનો રૂપસિંગ ગામીત, શિરીષ ચૌધરી રજનીકાંત ગામીત,વિપુલ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને સુપ્રત કરી જણાવવામાં આવ્યું હતું કે, સરકારી વિજ્ઞાન કૉલેજ વાંકલ-સુરત આચાર્ય વર્ગ-1 તરીકે ફરજ બજાવતા ડૉ.પાર્થિવકુમાર કે ચૌધરીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપર ખાતે થઈ છે, તો આ બદલી રદ કરી ફરીથી પરત વાંકલ કોલેજમાં મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે.

જૂન 2012થી શરૂ થયેલી સરકારી વિજ્ઞાન કૉલેજ વાંકલ ખાતે ખાતે કેમિસ્ટ્રિ, માઇક્રોબાયોલોજી, બોટની ફિજિકસ, મેથ્સ જેવા વિષયોમાં સ્નાતક તથા અનુસ્નાતકના કુલ 800 જેટલા વિદ્યાર્થીઓ વાંકલ કોલેજથી આજુબાજુના 100 કિમી સુધીના માંગરોળ, કોસંબા, માંડવી, ઉંમરપડા, નેત્રંગ, વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, વાંસદા, મહુવા, કામરેજ તાલુકાઓના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ કોલેજનું રિઝલ્ટ ખૂબ ઊંચું આવે છે અને NET/SLET 20 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ કોલેજમાં સતત 4 વર્ષ સુધી સમગ્ર વીર નર્મદ યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ પણ આવ્યો છે. આ યુનિવર્સિટીની ટોચનું પરિણામ ધરાવતી સંસ્થા છે. કોલેજના આચાર્ય તરીકે ડૉ. પાર્થિવ કે, ચૌધરીની નિમણૂક આ કોલેજની શરૂઆત પણ એમના હસ્તક થઈ છે. ઉચ્ચ અભ્યાસ માટે તરસતા આદિવાસી ક્ષેત્રમાં નવી ખુલેલ આ સરકારી સાયન્સ કોલેજનું શૂન્યમાંથી સર્જન કરી વિકાસના પથ પર લઈ જવાનો શ્રેય પણ આચાર્ય ડૉ. પાર્થિવ કે ચૌધરીને જાય છે.

આદિજાતિ અંતરિયાળ વિસ્તારમાં એક સાયન્સ કોલેજ શરૂ કરવી, તેને ચલાવવી અને નિભાવી કાર્યરત રાખવી જેવું ખૂબ જ કઠિન કાર્ય આ આચાર્ય કરી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં આ સાયન્સ કોલેજ લેબ સાધનોથી સુસજ્જ છે. કોલેજમાં 04 વિષયની લેબમાં ખુબજ મોંઘા અને કિંમતી લેબ સાધનો-કોમ્પુટરો વસાવી આધુનિક લેબ બનાવેલ છે. આમ વિકાસ ઝંખતો આ પછાત આદિવાસી વિસ્તારની આ કોલેજથી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતા થયા છે અને જુદા જુદા ક્ષેત્રોમાં અસંખ્ય સિદ્ધિઓ આ કોલેજના અભ્યાસથી મેળવતા થયા છે.

વિદ્યાર્થીઓના વિકાસ માટે આ પ્રતિષ્ઠિત સરકારી કોલેજ ખુબજ અગત્યની કોલેજ છે. જેથી આચાર્ય તરીકે ડૉ. પાર્થિવ કે ચૌધરીની બદલી થવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકશાન થાય તેમ છે. આ સમગ્ર વિસ્તારના વાલીઓ-વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ આંચકો અનુભવી રહ્યા છે. આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ બદલી મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી છે. આ માગણી નહીં સંતોષાય તો દિન 10માં વિદ્યાર્થીઓ અને વાલીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Related Articles

Back to top button